For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનના કવેટા રેલવે સ્ટેશને બોમ્બ વિસ્ફોટ, 25 લોકોનાં મોત, 30 ઘવાયા

04:57 PM Nov 09, 2024 IST | Bhumika
પાકિસ્તાનના કવેટા રેલવે સ્ટેશને બોમ્બ વિસ્ફોટ  25 લોકોનાં મોત  30 ઘવાયા
Advertisement

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે.આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.

Advertisement

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આ દરમિયાન ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.

ન્યૂઝ અહેવાલ દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે. વિસ્ફોટનું સ્વરૂૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement