પાકિસ્તાનની ISIની આતંકવાદીઓ સાથે સાઠગાંઠ, મેકમાસ્ટરનો ધડાકો
11:27 AM Aug 31, 2024 IST | admin
એચઆર મેકમાસ્ટર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
Advertisement
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એચઆર મેકમાસ્ટરે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (આઇએસઆઇ)ની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠમાં છે.
તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસને ઇસ્લામાબાદને સુરક્ષા સહાય રોકવા પર વિદેશ વિભાગ અને પેન્ટાગોન તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એચઆર મેકમાસ્ટર ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન એનએસએ હતા. જેમણે 2017 થી 2018 સુધી યુનાઈટેડ સ્ટેટ્સના 25મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપી હતી.
Advertisement