પાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણ
પાકિસ્તાન હવે દક્ષિણ એશિયામાં નશાનો ધંધો કરવા માગતું હોય એમ લાગે છે. બંગલાદેશના કસ્ટમ્સ વિભાગે ગુરુવારે ચિત્તાગોન્ગ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલાં અફીણ ભરેલાં બે ક્ધટેનર જપ્ત કર્યાં હતાં. પાકિસ્તાન દ્વારા આ પંખીઓને નાખવાના દાણા છે એમ કહીને એ મોકલવામાં આવ્યાં હતાં.
કસ્ટમ્સ અધિકારીઓએ કહ્યું હતું કે આ ક્ધટેનરનું મૂલ્ય લગભગ 21.8 લાખ રૂૂપિયા છે, પરંતુ હકીકતમાં એનું બજારમૂલ્ય લગભગ 4.75 કરોડ રૂૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતું. ચટગાંવના કસ્ટમ્સ વિભાગે કહ્યું હતું કે પછૂપી માહિતીના આધારે અમે તપાસ કરી હતી અને અમને અફીણનાં બીજ મળી આવ્યાં હતાં. ચટગાંવ બંદર પર અમને 24,960 કિલો અફીણનાં બીજ મળ્યાં હતાં. પાકિસ્તાનથી મોકલાયેલાં ક્ધટેનરમાં કુલ 32,100 કિલો પંખીના દાણા હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એમાં પોણા ભાગનો અફીણનો જથ્થો હતો, પંખીના દાણા તો માત્ર 7200 કિલો જ હતા. બંગલાદેશની આયાતનીતિ મુજબ અફીણ એ ગ્રેડના માદક પદાર્થમાં ગણાય છે એટલે એની આયાત વર્જિત છે. એવી શંકા સેવાઈ રહી છે કે પાકિસ્તાન ખુફિયા રીતે નશાનાં દ્રવ્યોની સપ્લાય કરવાનું કામ બીજા દેશોમાં પણ કરતું હોઈ શકે છે.