પાક.નું વળતું પગલું: ભારતીય અધિકારીને દેશ છોડી દેવા આદેશ
અગાઉ ભારતે પાક. રાજદ્વારીને 24 કલાકમાં દેશ છોડવા જણાવ્યું હતું
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોનો બદલો લીધો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. યુદ્ધવિરામ બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીને 24 કલાકની અંદર દિલ્હી છોડવાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાન સામે બીજી એક મોટી કાર્યવાહીમાં વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું
કે ભારત સરકારે નવી દિલ્હીમાં Pakistan હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે. સરકારે પાકિસ્તાની અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. આ અંગે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદૂતને એક ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને પણ વળતુ પગલુ લઈ ભારતીય રાજદ્વારીને દેશ છોડી દેવા જણાવ્યુ ંહતું.