For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયા

11:03 AM May 02, 2025 IST | Bhumika
57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક ના હવાતિયા

Advertisement

ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ છે કે 57 દેશોના જૂથ OIC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનએ કહ્યું છે કે તે પાકિસ્તાનને સમર્થન આપશે. તાજેતરમાં પાકિસ્તાને OIC ને દક્ષિણ એશિયાની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. તે સમયે, ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને પ્રદેશની શાંતિ માટે પગંભીર ખતરોથ ગણાવવામાં આવ્યો હતો.

ન્યૂયોર્કમાં યોજાયેલી OIC રાજદૂતોની બેઠકમાં પાકિસ્તાને દક્ષિણ એશિયાના મુદ્દા પર વાત કરી. યુએનમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અત્યંત ઉશ્કેરણીજનક, રાજકીય રીતે પ્રેરિત અને બેજવાબદાર હતા. તેમણે OIC ના સભ્ય દેશોને ભારતના વલણ અને તેના પરિણામો પર વિચાર કરવા અપીલ કરી છે.

Advertisement

અહેવાલ અનુસાર, OIC રાજદૂતોએ પાકિસ્તાન અને તેના લોકો પ્રત્યે એકતા અને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. તેમણે રાજદ્વારી વાતચીત દ્વારા તણાવ ઘટાડવા અને પ્રાદેશિક તણાવનું મૂળ શોધવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર વિવાદનો ઉલ્લેખ કર્યો છે.

અહેવાલો અનુસાર, રાજદૂતોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને OIC ના ઠરાવોના આધારે કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ વિશે વાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement