For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોત

11:06 AM Mar 18, 2025 IST | Bhumika
ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોત

Advertisement

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ દુ:ખદ ઘટના એડિલેડના કોનકોર્ડિયા કોલેજ ઓવલમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી.

જૂનૈદ ઝફર ઓલ્ડ કોનકોર્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. હવામાન અહેવાલ મુજબ, પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામેની આ મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. 40 વર્ષીય જુનૈદ ઝફર સાંજે 4 વાગ્યે બેટિંગ કરતી વખતે અચાનક પીચ પર પડી ગયા. તે મેદાન પર બેભાન થઈ ગયા પછી, અન્ય ખેલાડીઓ અને સ્ટાફ તેને એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ ગયા. મેડિકલ ટીમે તેમને CPR આપ્યા પણ તેમને બચાવી શકાયા નહીં. આ સમયે જુનૈદ 37 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement