ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યા

11:32 AM Apr 24, 2025 IST | Bhumika
Advertisement

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી. પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્મી ચીફ અસીમ મુનીરે મંગળવારે સાંજે ત્રણેય સેનાના કમાન્ડરો સાથે બેઠક યોજી હતી. કરાચી એરબેઝથી 18 ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશનો પર મોકલવામાં આવ્યા છે. આ સ્ટેશનો લાહોર અને રાવલપિંડીમાં છે.

Advertisement

આ બધા 18 જેટ ચીનમાં બનેલા JF-17 હોવાનું બહાર આવ્યું છે. આર્મી ચીફ મુનીરને POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં ભારત તરફથી હુમલાના ખતરાનો ડર છે. અહીં લશ્કરના લોન્ચ પેડ્સ છે. આશરે 740 કિમી લાંબી LOc (લાઇન ઓફ કંટ્રોલ) પર પાકિસ્તાની સેનાની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે.

પરંતુ પાકિસ્તાન માને છે કે ભારત દ્વારા હાલમાં કોઈ જમીની લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. પાકિસ્તાને તમામ 20 કોમ્બેટ ફાઇટર જેટ સ્ક્વોડ્રનને હાઇ એલર્ટ પર રાખ્યા છે. આર્મી ચીફ મુનીરે બુધવારે કમાન્ડરોની બેઠક પણ યોજી હતી.
દરમિયાન ભારતની કાર્યવાહીથી ડરીને, પાકિસ્તાને આજે (24 એપ્રિલ, 2025) સવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. પાકિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ શાહબાઝ શરીફે ડ પર પોસ્ટ કરીને આ માહિતી આપી.

Tags :
indiaindia newsKarachiPahalgam attackpakistanpakistan news
Advertisement
Next Article
Advertisement