ઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાં
પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સોમવારે, નેશનલ એસેમ્બલીએ સર્વસંમતિથી ઇઝરાયેલના હુમલાઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. આ સિવાય ચર્ચા દરમિયાન કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાંસદ સાહિબજાદા મોહમ્મદ હામિદ રઝાએ કહ્યું કે મુસ્લિમ સમુદાય માટે બે મુદ્દા ચિંતાજનક છે - પેલેસ્ટાઈન અને કાશ્મીર. એટલું જ નહીં, પાકિસ્તાની સંસદમાં હામિદ રઝાએ કહ્યું કે આ હુમલામાં જેટલા ઇઝરાયલ દોષિત છે, તેટલા જ આના પર મૌન સેવનારા મુસ્લિમ દેશો પણ એટલા જ દોષિત છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં ઓક્ટોબર 2023થી શરૂૂ થયેલો નરસંહાર હોલોકોસ્ટ કરતા 10 ગણો મોટો અત્યાચાર છે.
સાંસદ અબ્દુલ કાદિર પટેલે કહ્યું કે કાશ્મીર અને પેલેસ્ટાઈન બે એજન્ડા છે જેના પર અમારા વડીલોએ પણ સ્પષ્ટ સ્ટેન્ડ લીધો હતો. કમનસીબે આજે સ્થિતિ એવી છે કે આપણે કાશ્મીર અને પેલેસ્ટાઈન બંને મુદ્દે પીછેહઠ કરી રહ્યા છીએ. સાંસદે કહ્યું કે આપણે બધાએ એક દિવસ કબરમાં જવાનું છે. અમને પૂછવામાં આવશે કે જ્યારે હત્યાકાંડ થઈ રહ્યો હતો ત્યારે તમે ક્યાં હતા.