પાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યા
પાકિસ્તાન ભારત વિરુદ્ધના અભિયાનો માટે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હેન્ડલર્સ જેમાં પાકિસ્તાન સેનાના જૂના કમાન્ડો પણ સામેલ છે, તેઓ બાંગ્લાદેશના બંદરબન, બ્રાહ્મણબેરિયા અને સિલ્હટ જિલ્લાઓના કેમ્પોમાં 125 થી વધુ લોકોને આતંકી તાલીમ આપી રહ્યા છે.આ તાલીમ લેનારાઓમાં 50થી વધુ રોહિંગ્યા યુવાનો તેમજ આતંકવાદી સંગઠનો અન્સારુલ્લાહ બાંગ્લા ટીમ અને હિઝબ-ઉત-તહરીરના કેડરોનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ તાલીમમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવી, ગેરિલા રણનીતિઓ અને ઘૂસણખોરી શીખવવામાં આવે છે. આ કેમ્પ ભારતના ઉત્તર-પૂર્વ સરહદના વાડ વિનાના ભાગોની નજીક જાણી જોઈને બનાવવામાં આવ્યા છે.
ડી-કંપનીનું સિન્ડિકેટ બાંગ્લાદેશના જહાજો દ્વારા અફઘાન હેરોઇન, મેથામ્ફેટામાઇન અને સિન્થેટિક ડ્રગ્સ મોકલે છે. આનું કારણ એ છે કે ભારતીય કાર્યવાહીને લીધે પરંપરાગત રસ્તાઓ દ્વારા માદક દ્રવ્યો મોકલવા પર પ્રતિબંધ મુકાયો છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં નીતિઓમાં ફેરફાર થવાથી તસ્કરીને પ્રોત્સાહન મળ્યું છે. ડી-કંપની બાંગ્લાદેશના ચટગાંવ અને કોક્સ બજારમાં લોજિસ્ટિક્સ કેન્દ્રો બનાવી રહી છે, રિયલ એસ્ટેટ અને હવાલા નેટવર્ક દ્વારા ફંડ મોકલી રહી છે અને મ્યાનમારના ડ્રગ સિન્ડિકેટ સાથે લિંક બનાવી રહી છે. બાંગ્લાદેશના માર્ગે ડ્રગ્સની તસ્કરી કરીને પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની તપાસમાંથી પણ બચી જાય છે. સાથે જ આતંકવાદને ફંડ આપવા માટે અબજો ડોલર કમાય છે.
પ્રાદેશિક સુરક્ષા અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો જવાબી પગલાં લેવામાં નહીં આવે તો બાંગ્લાદેશ કાયમ માટે દક્ષિણ એશિયાના નાર્કો-ટેરરનું કેન્દ્ર બની શકે છે. આની સીધી અસર ભારતની આંતરિક સ્થિરતા અને બંગાળની ખાડીની દરિયાઈ સુરક્ષા પર પડશે.
હાઇબ્રિડ વોરફેર અને ડી-કંપનીની ભૂમિકા
સાઉથ એશિયા પ્રેસથના અહેવાલમાં જણાવાયું છે કે બાંગ્લાદેશ પાકિસ્તાનની હાઇબ્રિડ વોરફેર સ્ટ્રેટેજીનો એક મહત્વપૂર્ણ ભાગ બનીને ઉભરી રહ્યું છે. ઈંજઈં અંડરવર્લ્ડના દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની સાથેના સંબંધોનો લાભ લઈને બાંગ્લાદેશની જમીન પર માદક દ્રવ્યોની તસ્કરીના નેટવર્ક અને આતંકી કેમ્પો બનાવી રહી છે. 2024માં ઢાકામાં થયેલી રાજકીય ઉથલપાથલ અને મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બન્યા પછી ઇસ્લામાબાદે ભારતને અસ્થિર કરવા અને ગ્લોબલ જેહાદી પ્રોક્સીઓને ફંડ આપવા માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરવાની કોશિશો તેજ કરી દીધી છે.