For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

05:12 PM Oct 15, 2024 IST | admin
પાકિસ્તાન  પૂર્વ isi ચીફ ફૈઝ હમીદની ધરપકડ

કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ, ઇમરાન ખાનની નજીક હતા

Advertisement

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ઈંજઈં)ના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની સેનાએ ધરપકડ કરી છે. પાકિસ્તાની સેનાની પ્રચાર શાખા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ દ્વારા ફૈઝ હમીદની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. તે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે. ઈમરાન ખાનની સરકાર દરમિયાન, ફૈઝ હામિદને આગામી આર્મી ચીફ બનાવવાની વાત પણ થઈ હતી, જો કે, તેમના તખ્તાપલટને કારણે આ યોજના સફળ થઈ શકી ન હતી.

ફૈઝ હમીદ પર અફઘાનિસ્તાનની નાગરિક સરકારને અસ્થિર કરવાનો અને તાલિબાનને કાબુલ પર કબજો કરવામાં મદદ કરવાનો પણ આરોપ હોવાના અહેવાલ છે. ઈંજઙછએ કહ્યું કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, લેફ્ટનન્ટ જનરલ સત્યતા જાણવા માટે પાકિસ્તાન આર્મી દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈએસપીઆરએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈઓ હેઠળ જાસૂસી સંસ્થાના ભૂતપૂર્વ વડા વિરુદ્ધ યોગ્ય અનુશાસના ત્મક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ જનરલ સામે નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના ઘણા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

ઈંજઙછએ રિલીઝમાં જણાવ્યું હતું કે, ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે અને લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોર્ટ માર્શલ થતાં જ ફૈઝ હમીદને સેનામાંથી બરતરફ કરી દેવામાં આવશે અને તેમને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement