ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ISIના વડા મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતું પાક.: હાફિઝ સઇદને કમાંડોનું રક્ષણ

11:12 AM May 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIના વડા, લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને બુધવારે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે તેમની નિમણૂક કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ મલિકને ગજઅનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમની જાહેરાત અંગે ઔપચારિક સૂચના જારી કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને ISIના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ ઘટનાક્રમથી અસીમ મલિક અખ્તર અબ્દુર રહેમાન ખાન (ડીજી આઇ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હકના સુરક્ષા સલાહકાર) પછી બીજા સૌથી શક્તિશાળી ડીજી આઇ બની ગયા છે.

બીજી તરફ, અહેવાલ છે કે પાકિસ્તાન સરકાર અને ગુપ્તચર એજન્સી ISIએ આતંકવાદી હાફિઝ સઈદની સુરક્ષા વધારી દીધી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પહેલગામ હુમલા પછી, પાકિસ્તાનને ગુપ્ત કાર્યવાહીનો ડર છે. સૂત્રોએ અખબારને જણાવ્યું હતું કે સઈદની સુરક્ષા માટે સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમના નિવાસસ્થાનોની નજીક સુરક્ષા માટે વધારાના લોકોને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં લાહોરના મોહલ્લા જોહરમાં તેમના ઘરનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને જાણી જોઈને એવા વિસ્તારમાં રાખવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં સામાન્ય પાકિસ્તાનીઓ રહે છે. સઈદ લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે. તે 2008ના મુંબઈ બોમ્બ વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ છે અને ભારત સરકાર તેને શોધી રહી છે.

Tags :
ISI chief MalikNational Security Advisorpakistanpakistan newsworldWorld News
Advertisement
Advertisement