વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાક.ના સૈન્ય અધિકારીનું તાલિબાની હુમલામાં મોત
પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં TTP (તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ નામના અધિકારીનું મોત થયું છે. મેજર મોઇઝ અબ્બાસ શાહ એ જ અધિકારી છે જેમણે 2019 માં બાલાકોટ સ્ટ્રાઇક દરમિયાન ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યા હતા.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, ટીટીપીના હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે તેમણે એન્કાઉન્ટરમાં ટીટીપીના 11 સભ્યોને મારી નાખ્યા છે.
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના એક નિવેદન અનુસાર, 24 જૂન 2025 ના રોજ, સુરક્ષા દળોએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના સારાઘા વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ, ISPR એ જણાવ્યું હતું કે મેજર મોઇઝ પાકિસ્તાની આતંકવાદીઓ સામે અનેક ઓપરેશનમાં તેમના બહાદુર કાર્યો માટે જાણીતા હતા.