પહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘ
યુએનની સીકયુરિટી કાઉન્સિલ કમિટીના રિપોર્ટમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન LeTની મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો
યુએનએસસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમના અહેવાલમાં પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સે બે વાર હુમલાની જવાબદારી લીધી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી જૂથ લશ્કર-એ-તોયબાના સમર્થન વિના હુમલો થઈ શક્યો ન હોત. 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મારી નાખ્યા હતા.
આઈએસઆઈએલ, અલ કાયદા અને સાથીઓ સાથે સંબંધિત મોનિટરિંગ ટીમના 36મા અહેવાલમાં પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પજમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક પર્યટન સ્થળ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.થ તેમાં કહેવામાં આવ્યું છે કે, પરેઝિસ્ટન્સ ફોર્સે તે જ દિવસે હુમલાની જવાબદારી લીધી હતી. આ સાથે, હુમલાના સ્થળનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે TRF એ બીજા જ દિવસે જવાબદારીનો પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો હતો. જોકે, 26 એપ્રિલે, આતંકવાદી સંગઠને પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. ત્યારથી, TRF દ્વારા હુમલા અંગે કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી અને ન તો કોઈ અન્ય જૂથે જવાબદારી લીધી છે.
ખાસ વાત એ છે કે અહેવાલમાં એક સભ્ય દેશને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પઆ હુમલો લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના થઈ શક્યો ન હોત અને લશ્કર-એ-તૈયબા અને TRF વચ્ચે જોડાણ હતું. અન્ય સભ્ય દેશે કહ્યું કે હુમલો TRF દ્વારા કરવામાં આવ્યો હતો, જે લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે.થ જોકે, એક સભ્ય દેશે આ બાબતોનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે લશ્કર-એ-તૈયબા હવે નિષ્ક્રિય થઈ ગયું છે.