ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સારા પરફોર્મન્સ માટે સહ કલાકાર સાથે રાત વિતાઓ

01:25 PM Mar 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જાણીતી અભિનેત્રી શેરોન સ્ટોને તેમના કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે, તેમણે વર્ષો બાદ ફિલ્મ નિર્માતા વિશે ખુલાસો કર્યો છે, કે નિર્માતાએ એક રાત સાથે વિતાવવાનું કહ્યું હતું.

Advertisement

અભિનેત્રી જણાવ્યું કે આ ઘટના વર્ષ 1993માં તેમની સાથે બની હતી જ્યારે તે સમય દરમિયાન ફિલ્મ સ્લિવરનું શુટિંગ કરી રહી હતી, ત્યારે તેમણે કહ્યું કે ફિલ્મ સ્લેવીર ફિલ્મ સ્લેવીરના નિર્માતા રોબર્ટ ઈવાન્સ હતા. હું ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હાજર રહેવાની હતી, પરંતુ નિર્માતાએ મને ઓફિસમાં બોલાવીને મને કહ્યું કે સારા પ્રર્ફોમેન્સ માટે, બિલી બાલ્ડવિન સાથે રાત વિતાવવી જોઈએ. નિર્માતાને લાગ્યું કે જો હું બિલી બાલ્ડવિન સાથે એક રાત વિતાવીશ, તો ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી સારી દેખાશે.નિર્માતા રોબર્ટ ઈવાન્સ હવે આ દુનિયામાં રહ્યા નથી. 2019માં તેમનું અવસાન થયું હતું. શેરોન અગાઉ 2021માં ધ બ્યુટી ઓફ લિવિંગ ટ્વાઈસમાં આ ઘટના વિશે જણાવી ચુક્યા છે. પરંતુ તે દરમિયાન તેમણે નિર્માતાનું નામ જાહેર કર્યું ન હતું. શેરોન વધુમાં કહ્યું કે મને લાગે છે કે મારે આના પર એક પુસ્તક લખવું જોઈતું હતું, તે ઘણી મજેદાર થઈ શકી હોત. જોકે બિલી બાલ્ડવિને આરોપોને નકારી દીધા છે. શેરોન ભારતમાં બોલ્ડ ફિલ્મો માટે લોકપ્રિય અભિનેત્રી શેરોન સ્ટોને અનેક ધમાકેદાર ફિલ્મો આપી છે, સાથે તેમને આસ્કર, ગોલ્ડન ગ્લોબ અને એમી એવોર્ડ પણ મળ્યા છે.

Tags :
worldWorld News
Advertisement
Advertisement