નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને સવારની નમાજ પછી ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે પહેલાં ભારતે બ્રહ્મોસ મિસાઇલોથી પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો.
શાહબાઝ શરીફે અઝરબૈજાનના લાચીનમાં પાકિસ્તાન-તુર્કી-અઝરબૈજાન ત્રિપક્ષીય શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આ વાતો કહી હતી. શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાની સેના ફજરની નમાજ પછી સવારે 4.30 વાગ્યે ભારત પર હુમલો કરવાની હતી. પરંતુ આ સમય આવે તે પહેલાં, ભારતે બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના અનેક લશ્કરી ઠેકાણાઓ અને અનેક રાજ્યો પર હુમલો કર્યો. ભારતે નૂર ખાન (રાવલપિંડી) અને મુરીદ (ચકવાલ) ને બરબાદ કરી દીધા.
જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ વાત કબૂલી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના નવનિયુક્ત ચીફ ઓફ સ્ટાફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સામે બેઠા હતા. બાદમાં, તેમણે મુનીરને સંપૂર્ણ સભામાં ઉભા રાખીને તેમનો પરિચય કરાવ્યો. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષોએ સાથે બેસીને કાશ્મીર, પાણી અને આતંકવાદ સહિતના મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે દબાણ કરવા માટે આ અઠવાડિયામાં તેમનું આ બીજું નિવેદન હતું. અગાઉ તેહરાનમાં, શરીફે સોમવારે કહ્યું હતું કે તેઓ તમામ વિવાદો ઉકેલવા માટે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. જો કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (ઙઘઊં) પરત મેળવવા અને આતંકવાદના મુદ્દા પર જ વાત કરશે.
શરીફે કહ્યું, આપણે સાથે બેસીને શાંતિ માટે વાત કરવી જોઈએ.એવા મુદ્દાઓ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂૂર છે અને તેનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. મેં પૂરી નમ્રતાથી કહ્યું છે કે આપણે આ ક્ષેત્રમાં શાંતિ ઇચ્છીએ છીએ. આ માટે એવા મુદ્દાઓ પર વાતચીતની જરૂૂર છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની અને સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવાની જરૂૂર છે. કાશ્મીર મુદ્દો અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ પર સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર વાટાઘાટો થવી જોઈએ.