For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્કાર ગોઝ ટુ...‘અનોરા’; 5 એવોર્ડ સાથે ઇતિહાસ રચ્યો

11:18 AM Mar 03, 2025 IST | Bhumika
ઓસ્કાર ગોઝ ટુ   ‘અનોરા’  5 એવોર્ડ સાથે ઇતિહાસ રચ્યો

Advertisement

‘ધ બ્રુટાલિસ્ટ’ પણ છવાઇ, એડ્રિયન બોડી બેસ્ટ એક્ટર, મીકી મેડીસન બેસ્ટ એક્ટ્રેસ

97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓથબ્રાયન કરી રહ્યા છે. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે તેમણે હિન્દીમા પણ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. અનોરા ફિલ્મે 5 એવોર્ડ જીતીને ઇતિહાસ રચી દીધો છે આ ઉપરાંત ધ બુટાલિસ્ટને 4 એવોર્ડ મળ્યા છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું.

Advertisement

ધ બુટાલિસ્ટના એડ્રીયન બોડીને બેસ્ટ એકટર તથા અનોરાની અભિનેત્રી મીકી મેડીસનને બેસ્ટ એકટ્રેસ તેમજ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અનોરાને મળ્યો છે.

બેસ્ટ ડિરેક્ટર : સેન બેકર (ફિલ્મ - અનોરા) , બેસ્ટ સપોટીંગ એકટર : કાઇરન કલ્કિન (અ રીયલ પેઇન), અનોરા ફિલ્મ માટે સેન બેકરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી, બેસ્ટ એક્ટર એવોર્ડ : એડ્રિયન બ્રોડી , બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ, બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ , બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર, બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ : ડ્યૂન પાર્ટ 2, બેસ્ટ સાઉન્ડ એવોર્ડ : ડ્યૂન પાર્ટ 2, બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ - નો અધર લેન્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ), બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ સબસ્ટેન્સ, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - કોન્ક્લેવ, બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - ફ્લો, બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (વિકેડ), બેસ્ટ ફિલ્મ એડિટિંગ - અનોરા (સીન બેકર), બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ - ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રાને એવોર્ડ મળ્યા હતા

ભારતની ‘અનુજા’ ઓસ્કાર ન જીતી શકી
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વોરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ અનુજા ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાણી હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement