ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

Oscar Awards 2025: 97મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત, જાણો કોને કયો એવોર્ડ મળ્યો

10:31 AM Mar 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ'બ્રાયન કરી રહ્યા હતા. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરી, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ આપ્યા હતા. હોલીવુડ એક્ટર કિરન કલ્કિનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

‘અનોરા એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પોતાની કૌશલ્ય બતાવી છે અને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. એડ્રિયન બ્રોડીને મુખ્ય ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેતા અને મિકેલા મેડિસનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તમે અહીં વિજેતાઓની સંપૂર્ણ સૂચિ જોઈ શકો છો.

ઓસ્કાર 2025 વિજેતાઓ

બેસ્ટ ફિલ્મ : અનોરા

બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ આ વર્ષે અનોરા ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મની અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.

બેસ્ટ એકટ્રેસ : મિકી મેડિસન (ફિલ્મ-અનોરા)
અનોરા ફિલ્મ માટે અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.

બેસ્ટ ડિરેક્ટર : સેન બેકર (ફિલ્મ - અનોરા)

અનોરા ફિલ્મ માટે સેન બેકરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અનોરાના ખાતામાં આ ત્રીજો એવોર્ડ છે.

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી

બેસ્ટ એક્ટર એવોર્ડ : એડ્રિયન બ્રોડી

ઓસ્કારમાં 'ધ બ્રુટાલિસ્ટ' છવાઈ, એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ

બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ ધ બ્રુટાલિસ્ટ માટે ડેનિયલ બ્લૂમબર્ગે જીત્યો હતો. બ્રુટાલિસ્ટના ખાતામાં આ બીજો એવોર્ડ આવ્યો હતો.

બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ

'અનુજા' ઓસ્કાર ન જીતી શકી

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વૉરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ 'અનુજા' ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાણી હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી.

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ : 'ડ્યૂન પાર્ટ 2' માટે પોલ લેમ્બર્ટ, સ્ટીફન જેમ્સ, રેસ સાલકોમ્બ અને ગેર્ડ નેજ્ફરે એવોર્ડ રિસીવ કર્યો

બેસ્ટ સાઉન્ડ એવોર્ડ : 'ડ્યૂન પાર્ટ 2' માટે ગિરીથ જેન, રિચર્ડ કિંગ, રોબર્ટ બાર્ટલેટ અને ડોગ હેમ્ફિલે એવોર્ડ રિસીવ કર્યો

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ - નો અધર લેન્ડ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ)

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ સબસ્ટેન્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - કોન્ક્લેવ

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - ફ્લો

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (વિકેડ)

બેસ્ટ ફિલ્મ એડિટિંગ - અનોરા (સીન બેકર)

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ - ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા

 

ઓસ્કાર એ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2023માં નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ વખતે પણ ગુનીત મોંગાની ફિલ્મ 'અનુજા' આ એવોર્ડ જીતવાની રેસમાં હતી. તે બેસ્ટ એક્શન લાઈવ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. ફિલ્મ ‘આઈ એમ નોટ એ રોબોટ’ આ કેટેગરીમાં જીતી છે.

Tags :
97th Oscar Awardsindiaindia newsOscar Awards 2025worldWorld News
Advertisement
Advertisement