મૂળ ગુજરાતની શિવાની રાજાએ બ્રિટનમાં રચ્યો ઈતિહાસ, સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને લીધા શપથ
હાઉસ ઓફ કોમન્સમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન શિવાની રાજાના હાથમાં ગીતાનું પુસ્તક હતું. તેમણે હાથમાં ગીતા પુસ્તક સાથે સાંસદના શપથ લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. શિવાની રાજા બ્રિટનમાં ભારતીય સમુદાયોમાં ખૂબ લોકપ્રિય છે. કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે તેમણે લેબર પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા.શિવાની રાજાએ તેના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેણે હજારો ભારતીયોના દિલ જીતી લીધા. વિડિયો પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવો એ સન્માનની વાત છે. મહામહિમ રાજા ચાર્લ્સને ગીતા પર શપથ લેતી વખતે મને ગર્વની લાગણી થઈ.
યુકેમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીએ બમ્પર વિજય મેળવ્યો હતો, પાર્ટી 14 વર્ષ પછી 400 થી વધુ બેઠકો મેળવીને સત્તા પર પરત ફરે છે. જે પછી કીર સ્ટારમેરે વડાપ્રધાનની જવાબદારી સંભાળી. જ્યારે લેબર પાર્ટીએ જંગી વિજય મેળવ્યો હતો, બીજી તરફ લેબર પાર્ટી છેલ્લા 37 વર્ષથી તેની સીટ બચાવી શકી ન હતી.