For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી

05:03 PM Jul 26, 2025 IST | Bhumika
એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે  યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય યુકે પ્રવાસમાં ભારતીય મૂળના ગુજરાતી આંત્રપ્રેન્યોર ચર્ચામાં આવ્યો છે, જેણે મોદીને મસાલા ચા પીવડાવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બ્રિટિશ વડાપ્રધાન કિર સ્ટારમર સાથે ચા પીતા ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જોકે, ત્યારબાદ ચર્ચા શરૂૂ થઈ હતી કે ટ્રેડિશનલ કુર્તો અને નહેરુ જેકેટ પહેરીને બંને દેશના વડાપ્રધાનને ચા પીવડાવનાર યુવક કોણ છે.

આ યુવકનું નામ અખિલ પટેલ છે અને તે અમલા ચાયનો ફાઉન્ડર છે. વડાપ્રધાન મોદીને ચા આપતી વખતે તેણે થોડી રમૂજ કરતાં કહ્યું હતું કે, એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે. આ સાથે તેણે પોતાની ચા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી વિશે સમજાવતા કહ્યું હતું કે, તમામ સામગ્રી ઈન્ડિયાની છે. ચા આસામની છે અને તેમાં નાંખવામાં આવેલા મસાલા કેરળના છે. તેણે એ પણ કહ્યું હતું કે, ચામાં એલચી, જાયફળ, તજ અને આદુ પાવડર પણ સામેલ છે. હાલમાં અખિલ પટેલની વિડીયો ક્લિપ વાયરલ થઈ છે અને જેમાં વડાપ્રધાન મોદી સ્ટારમર તરફ ફરીને કહે છે કે, તમે ભારતનો સ્વાદ માણી શકો છો.

Advertisement

અખિલ પટેલની વાત કરવામાં આવે તો તે યુકે સ્થિત એક આંત્રપ્રેન્યોર છે અને તેણે લંડનમાં અભ્યાસ કર્યા બાદ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી બીએસસી ઈન મેનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી. પોતાના કોલેજના વર્ષોમાં તેણે ઘણી અલગ-અલગ ઈન્ટર્નશિપ કરી હતી, અને બાદમાં દોઢ વર્ષ સુધી ફૂલટાઈમ ડેટા એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. જોકે, 2018માં તેણે લદાખની ટ્રિપ કરી હતી જેણે તેની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો હતો. અખિલ ચા પીને મોટો થયો છે, પરંતુ લદાખની ટ્રિપ દરમિયાન તેણે જોયું કે ત્યાં ચા ફક્ત એક બેવરેજ નથી પરંતુ એક પરંપરા છે, અને ત્યાંથી અમલા ચાયનો પાયો નંખાયો હતો. 2019માં પોતાની દાદીની રેસિપીથી પ્રેરિત થઈને તેણે અમલા ચાયની સ્થાપના કરી હતી. તેણે આસામથી ચા અને કેરળથી મસાલા મંગાવવાનું શરૂૂ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement