વ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુ
અફઘાન નાગરિકના ગોળીબારમાં ઇજાગ્રસ્ત બીજા જવાનની હાલત ગંભીર
બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી. બે સૈનિકમાંથી એકનું મોત થયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક નેશનલ ગાર્ડ સભ્ય સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમને ગોળી મારીને સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વુલ્ફ સાથે સારવાર આપવામાં આવી હતી, જેની હાલત ગંભીર છે.
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિંગ્ટનના મેયર મુરિયલ બોઝરે જણાવ્યું હતું કે બુધવારે બપોરે બનેલી ઘટના બાદ બંને સુરક્ષા કર્મચારીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળી મારવામાં આવેલા સુરક્ષા કર્મચારીઓમાં સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમ, 20, અને સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વુલ્ફ, 24 છે. વ્હાઇટ હાઉસ નજીક બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારવાનો આરોપ એક અફઘાન નાગરિક પર મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરવામાં આવી રહી છે.