રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમેરિકાના વધુ એક રાજ્યે ટ્રમ્પને ગેરલાયક ઠરાવ્યા

11:18 AM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુસીબતો ઓછી થતી દેખાતી નથી. તેમને એક પછી એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે તેમને 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી. હવે મેઈનના ટોચના ચૂંટણી અધિકારીએ ડોનાલ્ડ ટ્રમ્પને આવતા વર્ષની યુએસ પ્રમુખપદની પ્રાથમિક ચૂંટણીમાં રાજ્યમાં મતદાન કરવા માટે ગેરલાયક ઠેરવ્યા છે.
ઉલ્લેખનીયછે કે મેઈન રાજ્ય 6 જાન્યુઆરી, 2021 ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં ટ્રમ્પની ભૂમિકા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર પ્રતિબંધ મૂકનાર બીજું રાજ્ય બની ગયું છે. રાજ્યના ટોચના ચૂંટણી અધિકારીએ 14મા સુધારાના બળવા પ્રતિબંધને ટાંકીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજ્યના 2024 મતપત્રમાંથી દૂર કર્યા છે. રાજ્યના બે ભૂતપૂર્વ ધારાસભ્યોના જૂથે ટ્રમ્પ સામે પડકાર દાખલ કર્યા પછી આ મહિનાની શરૂૂઆતમાં વહીવટી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Tags :
disqualifiedOne morestateTrumpUS
Advertisement
Next Article
Advertisement