OMG, 10 વર્ષમાં 3800 લીટર લોહી પી ગઇ આ યુવતી
01:18 PM Mar 30, 2024 IST | Bhumika
માણસનું અને પ્રાણીઓનું લોહી ગટગટાવી જાય છે
Advertisement
કોઈને દારૂૂ કે સિગારેટનું વ્યસન હોય, પણ ખરેખર લોહી પીવાની આદત હોય એ જાણીને રૂૂંવાડાં ઊભાં ન થઈ જાય? આ કોઈ થ્રિલર વેબ સિરીઝનો પ્લોટ નથી, પણ કેલિફોર્નિયામાં એક યુવતી ખરેખર ઍનિમલ બ્લડને વાઇનની જેમ ગટગટાવી જાય છે. મિશેલ નામની યુવતીનું કહેવું છે કે મને દરરોજ એક લીટર લોહી પીવા જોઈએ. 2013થી અત્યાર સુધીમાં તે 3800 લીટર લોહી પી ગઈ છે.
તે ચોક્કસ પ્રાણીઓનું લોહી પીએ છે અને ક્યારેક સીધું, ક્યારેક ભોજનમાં તો ક્યારેક કોફી સાથે મિક્સ કરીને પીએ છે. તેને માણસોનું લોહી પીવું બહુ જ ગમે છે, પણ દર વખતે એ સંભવ નથી હોતું. મહિલાએ કહ્યું કે હું ટીનેજર હતી ત્યારે મેન્ટલ હેલ્થ ઇશ્યુને કારણે મને આની લત લાગી ગઈ હતી. હું વેમ્પાયર નથી, પણ માત્ર એવી વ્યક્તિ છું જેને લોહી પીવાનું ગમે છે. જો લોહી ન મળે તો મને ગુસ્સો આવી જાય છે!
Advertisement
Advertisement