OMG બ્રાઝિલમાં પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે
આપણે તો પોલીસને જીપ કે બાઇક પર પેટ્રોલિંગ કરતી જોઈ હોય. ક્યાંક વળી ઘોડા પર પણ પોલીસ ફરતી હોય છે, પણ બ્રાઝિલમાં પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરવા નીકળે છે. નવાઈ લાગે એવી વાત છે, પણ ત્યાં આવો જ નિયમ છે. બ્રાઝિલના ઉત્તરીય ભાગમાં મરાઝો ટાપી છે. આ ટાપી પાસેથી વહેતી ઍમેઝોન નદી ઍટલાન્ટિક મહાસાગરમાં ભળે છે. સ્વિટ્ઝરલેન્ડના આકારના આ ટાપુમાં પોલીસ એશિયન ભેંસ પર પેટ્રોલિંગ કરતી હોય છે.
ભારત અને દક્ષિણ પૂર્વમાં જોવા મળતી એશિયન ભેંસો છેક મરાઝો કેવી રીતે પહોંચી એ પણ રહસ્ય છે. કેટલાક એવું કહે છે કે ટાપુના કિનારે એક વહાણના કાટમાળ સાથે આ ભેંસો તરતી-તરતી આવી પહોંચી છે તો કેટલાકના મતે ફ્રેન્ચ ગયાનાથી ભાગી ગયેલા કેદીઓ એ ભેંસ લઈ આવ્યા છે. ઉષ્ણકટિબંધનું વાતાવરણ ભેંસોને માફક આવી ગયું છે એટલે લગભગ પાંચ લાખ ભેંસ છે અને માણસોની વસ્તી 4.40 લાખ જેટલી છે એટલે કે માણસ કરતાં ભેંસની સંખ્યા વધારે છે. કદાચ આ જ કારણે પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે.