For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

OMG, થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયો

11:15 AM Nov 24, 2025 IST | Bhumika
omg  થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયો

અડધું શરીર માદાનું અને અડધુ નરનું

Advertisement

પ્રકૃતિમાં એટલાં બધાં રહસ્યો છુપાયેલાં છે જે માનવો માટે અચરજનો વિષય છે. અઢળક જૈવિક વૈવિધ્ય ધરાવતા થાઇલેન્ડનાં ઘેરાં જંગલોમાં કીટકપ્રેમીઓ અને વૈજ્ઞાનિકોને મજા પડી જાય એવો દુર્લભ કરોળિયો જોવા મળ્યો છે. આ કરોળિયો રેર અને દુર્લભ એટલા માટે છે કેમ કે એના શરીરનો એક હિસ્સો નરનો છે અને બીજો હિસ્સો માદાનો છે. એક જ કરોળિયાના ડાબા ભાગનાં અંગોમાં માદા જેવા અને જમણા ભાગમાં નર જેવા ગુણો દેખાયા છે. ડાબો ભાગ ઑરેન્જ રંગનો છે જે માદાનો ગુણ દર્શાવે છે અને જમણો ભાગ સફેદ રંગનો હોય છે જે નરના ગુણ દર્શાવે છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ગાયનેન્ડ્રોમોર્ફિઝમ નામની જૈવિક ઘટનાનું આ ઉદાહરણ છે. આ જૈવિક ઘટનામાં એક જ શરીરમાં નર-માદાના ગુણો મોજૂદ હોય છે જે આનુવંશિક ત્રુટિને કારણે પેદા થાય છે. સંશોધકોએ આ કરોળિયાની નવી પ્રજાતિનું નામ જેપનીઝ કાર્ટૂનના એક પાત્ર પરથી ઇનાઝુમા રાખ્યું છે. આ પાત્ર રંગ બદલવા માટે જાણીતું હતું. જોકે પ્રાણીનિષ્ણાતો આ પ્રાણીને લાડમાં લેડીબોય કહે છે, કેમ કે આ પ્રાણીમાં નર કરતાં માદાના ગુણો મેચ્યોર જીવ જેવા હોય છે. વૈજ્ઞાનિકો હજી સ્પષ્ટ નથી કે લેડીબોય પ્રજાતિના કરોળિયા પ્રજનન કરીને જીવ પેદા કરી શકતા હશે કે કેમ?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement