For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓમ શાંતિ, શાંતિ ઓમ: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધન

06:30 PM Sep 24, 2025 IST | Bhumika
ઓમ શાંતિ  શાંતિ ઓમ  ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધન

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ચર્ચાનો વિષય બન્યો છે. આનું કારણ એ છે કે તેમણે પોતાનું ભાષણ બહુ-ધાર્મિક શુભેચ્છા સાથે સમાપ્ત કર્યું, જેમાં હિન્દુ મંત્ર ઓમ શાંતિ, શાંતિ ઓમનો સમાવેશ થાય છે. યુએન જનરલ એસેમ્બલીના 80મા સત્રને સંબોધતા, સુબિયાન્ટોએ વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન તકોની હિમાયત કરી.

Advertisement

તેમણે ચેતવણી આપી હતી કે ભય, જાતિવાદ, નફરત, જુલમ અને રંગભેદથી પ્રેરિત માનવીય મૂર્ખાઈ આપણા સહિયારા ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. તેમણે તેમના 19 મિનિટના ભાષણનું સમાપન સંસ્કૃત મંત્ર ઓમ શાંતિ, શાંતિ ઓમ સાથે કર્યું, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સંવાદિતાનો સંદેશ આપે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement