ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂત

03:52 PM Sep 09, 2025 IST | Bhumika
Advertisement

આર્મી ચીફના દબાણ બાદ પીએમ ઓલી સહિત તમામ પ્રધાનોના રાજીનામા: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અનેક નેતાના ઘર ફૂંકી મારતા પ્રદર્શનકારીઓ

Advertisement

જનરેશન ઝેડના યુવાઓએ સંસદ ભવનને પણ આગ ચાંપી દીધી: રાષ્ટ્રપતિના નિવાસ ઉપર કર્યો કબજો

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હટાવાયા છતાં સ્ફોટક સ્થિતિ: બે દિવસમાં સરકાર ઉથલતા અચાનક ગૃહ યુધ્ધની સ્થિતિ

વડાપ્રધાન ઓલી દેશ છોડવાની ફીરાકમાં, કાઠમંડુ સહિત તમામ એરપોર્ટ બંધ કરાયા

સરકારે સોશિયલ મીડીયા પર પ્રતિબંધો હટાવી લીધા હોવા છતાં નેપાળમાં આજે પણ હિંસા ચાલુ રહી હતી. સમગ્ર દેશ ગૃહ યુધ્ધની આગમાં લપેટાઈ ગયો છે. સોશ્યલ મીડિયા પર પ્રતિબંધથી શરૂ થયેલ આંદોલનની જવાળામાં સમગ્ર સરકાર ભસ્મીભૂત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાને તોડફોડ અને આગચંપી કરી આંદોલનકારીઓએ કબજો લીધો હતો. બીજા નેતાઓના નિવાસસ્થાનોની પણ હાલત બગાડી નાખવામાં આવી હતી. સંસદને પણ આજે આગ ચાંપવામાં આવી હતી.

હિંસાનો દૌર જારી રહેતા લશ્કરીવડાએ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપવા જણાવ્યા પછી તેમણે રાજીનામું આપ્યું છે. આર્મી ચિફના નિવેદન મુજબ ઓલી રાજીનામું ન આપે તો સ્થિતિ સંભાળવી મુશ્કેલ બનશે. ઓલીના રાજીનામા સાથે એવા અહેવાલો પણ હતા કે તેઓ સાત પ્રધાનો સાથે હેલીકોપ્ટરમાં દેશ છોડી ભાગી ગયા છે. અહેવાલો મુજબ કાઠમંડુ સહીત દેશના તમામ એરપોર્ટ બંધ કરાયા છે અને ત્યાં લશ્કરી જવાનોનો પહેરો મુકી દેવાયો છે. વડાપ્રધાન કે.પી.ઓલી દેશ છોડીને દુબઈ ભાગી જવાની ફીરાકમાં હોવાના સમાચાર મળી રહ્યાં છે તો દેશનાં તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા છે. ભારત કે અન્ય દેશોથી નેપાળ જતી ફલાઈટને અધ્ધ વચ્ચેથી જ બીજે ઉતર્ણ કરવા માટેના સંદેશાઓ મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂૂ થયેલું ૠયક્ષ ણ આંદોલન વિકરાળ સ્વરૂૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે.

નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો. દરમિયાન, કાઠમંડુ એરપોર્ટ બંધ કરાયું છે. લશ્કરી વડાએ પીએમ ઓલીને રાજીનામું આપવા જણાવી કહ્યું કે તે તેમના પદત્યાગ વગર સ્થિતિ સંભાળવી મુશ્કેલ છે.

યુવાનોએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસ સ્થાન પર કબજો કર્યો હતો. ભીડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. બાદમાં આગ લગાવી દીધી હતી. પોલીસ અને સુરક્ષા દળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ આ ભીડ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે.
પીએમ ઓલીના નિવાસ સ્થાન નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાનના નિવાસ સ્થાન આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.

ભારતે નેપાળ જતી ફલાઈટોને અધવચ્ચેથી પાછી બોલાવી
બપોરે વડાપ્રધાન ઓલી પણ નેપાળી આર્મીએ રાજીનામાનું દબાણ બનાવતાં જ દેશભરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આજે આખો દિવસ હિંસા ચાલુ રહ્યાં બાદ દેશનું મુખ્ય એરપોર્ટ કાઠમંડુ બંધ કરી દેવામાં આવ્યું હતું. ભારતના દિલ્હીથી કાઠમંડુ જતી ફલાઈટને અધવચ્ચે લખનૌમાં ઉતરણ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી. અન્ય દેશોમાંથી પણ કાઠમંડુ જતી ફલાઈટને અધવચ્ચે જ પરત ફરવા માટે સુચનાઓ આપી દેવાઈ છે.

Tags :
NepalNepal newsOli governmentworldWorld News
Advertisement
Next Article
Advertisement