OIC પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનવાનું ટાળે: ભારત
ઇસ્લામિક સહકાર સંગઠનની ટિપ્પણીઓને નકારતું ભારત
ભારતે OIC ને ચેતવણી આપી છે કે જો તે પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનતું રહેશે, તો તેની સુસંગતતા અને વિશ્વસનીયતા બંનેને નુકસાન ભારતે ઇસ્લામિક સહકાર સંગઠન (OIC )ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે, તેને અત્યંત વાંધાજનક અને તથ્યહીન ગણાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ નિવેદનો પાકિસ્તાનથી પ્રેરિત છે, જેણે આતંકવાદને તેની સરકારી નીતિ બનાવી છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા તેના સંકુચિત રાજકીય એજન્ડા માટે OIC ના પ્લેટફોર્મનો વારંવાર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. OIC દ્વારા પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદના વાસ્તવિક અને સાબિત ખતરાને અવગણવું એ તથ્યો અને વૈશ્વિક આતંકવાદ વિરોધી સર્વસંમતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા, ભારતે કહ્યું કે આતંકવાદ પર OIC નું મૌન તથ્યોનું ઇરાદાપૂર્વકનું અજ્ઞાન છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને સાર્વભૌમ ભાગ છે. આ હકીકત ભારતના બંધારણમાં સમાવિષ્ટ છે અને તેના વિશે કોઈ વિવાદ નથી. OIC ને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.