હવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી પારસ્પરિક ધોરણે ટેરિફ વસૂલવાની જાહેરાત, જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ અડફેટે લઇ કહ્યું બહારથી આવતો માલ ગંદો અને ધૃણાસ્પદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા હતા. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ સંયુક્ત સત્રમાં ઘણા મોટા મુદ્દાઓ વિશે વાત કરી. તેમણે મુક્ત ભાષણ પર ભાર મૂક્યો અને ટેરિફના નિર્ણયનો ખુલ્લેઆમ બચાવ કર્યો. તેમણે ભારતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ચીન, કેનેડા, મેક્સિકો અને ભારત આપણા પર વધુ ટેક્સ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત દ્વારા લાદવામાં આવેલ ટેક્સ વાજબી નથી. સાથે સાથે એવુન વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યુ હતું ે બહારથી આયાત કરવામાં આવતો માલ ગંદા અને ધૃણાસ્પદ છે. ટ્રમ્પે કહ્યું કે ટેરિફની રકમથી અમેરિકા ફરી સમૃદ્ધ બનશે. આ અમેરિકાને ફરીથી મહાન અને સમૃદ્ધ બનાવશે અને તે થઈ રહ્યું છે.
ટ્રમ્પે પોતાના ભાષણમાં બે વખત ભારતનું નામ લીધું હતું. તેમણે જાહેરાત કરી હતી કે 2 એપ્રિલથી પારસ્પરિક કર લાદવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે કેનેડા, મેક્સિકો, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. આ સારી વાત નથી. જે પણ દેશ અમારા પર ટેરિફ ચાર્જ લગાવશે, અમે તેમના પર પણ ચાર્જ લગાવીશું.અમે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર પારસ્પરિક ટેક્સ લાદીશું. ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવશે.
ટ્રમ્પે કહ્યું, અમારું પ્રશાસન અમેરિકાની જરૂૂરિયાતો અનુસાર પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટા સપના જોવાનો અને હિંમતભેર પગલાં લેવાનો આ સમય છે. અમે તમામ પર્યાવરણીય પ્રતિબંધોને સમાપ્ત કર્યા છે જે આપણા દેશને ઓછા સલામત અને સંપૂર્ણપણે બિનઅસરકારક બનાવી રહ્યા હતા.
ટ્રમ્પે કહ્યું, અમે 43 દિવસમાં જે કર્યું તે ઘણી સરકારો પોતાના 4-8 વર્ષના કાર્યકાળમાં પણ કરી શકી નથી. ટ્રમ્પે જો બાઇડેન પર પણ કટાક્ષ કર્યો અને તેમને ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ કહ્યા. - સંસદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમે ટૂંક સમયમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશું, જેના પછી જો પોલીસ અધિકારી હત્યા કરશે તો મૃત્યુદંડની જોગવાઈ હશે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને હવે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સથી છૂટકારો મેળવવાની જરૂૂર છે. આપણા દેશના કેટલાક વિસ્તારો આ ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા કબજામાં છે. અમારે તેમનાથી છૂટકારો મેળવવાની જરૂૂર છે અને અમે તેમને દેશમાંથી ભગાડી દઈશું.
યુએસ પ્રેસિડેન્ટે કહ્યું કે કેનેડા, મેક્સિકો, ભારત અને સાઉથ કોરિયા ઘણા બધા ટેરિફ લાદે છે. અમે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર પારસ્પરિક ટેક્સ લાદીશું. જે લોકો અમારા પર ટેક્સ લગાવે છે, અમે તેમના પર પણ સમાન ટેક્સ લગાવીશું.
‘અમેરિકા ઇઝ બેક’થી સંબોધનની શરૂઆત
અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના બન્ને ગૃહોને તેમના સંબોધનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ આવરી લીધા હતા. તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના બન્ને ગૃહોને પ્રથમ સંબોધનની શરૂઆત ‘અમેરિકા ઇઝ બેક’થી કરી હતી અને અમેરિકાનો સુવર્ણયુગ ફરી શરૂ થયો છે તેવા વાક્ય સાથે કર્યુ હતું.
પ્રમુખે 100 મીનીટનું સંબોધન કરી પુર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ તોડયો હતો.
ટ્રમ્પે પોતાના પુર્વોગામી જો બાઇડેનને ઇતિહાસના સૌથી ખરાબ પ્રમુખ ગણાવી જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં જે સિધ્ધિઓ હાંસલ કરાઇ તેના કરતા અમે 43 દિવસમાં વધુ કામ કર્યું છે. તેમણે કહ્યું: અમેરિક ડ્રિમ વધી રહ્યું છે, વધુ સારૂ થઇ રહ્યું છે, અમેરિકન ડ્રિમ અણનમ છે.
તેમણે કહ્યું કે છેલ્લા છ અઠવાડીયામાં મે 100 એક્ઝિકયુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે તેમા ગેરકાનુની ઇમીગ્રેશનને રોકવા તથા ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા જાહેર કરવાની બાબત સામેલ છે.
ટ્રમ્પે તેમના સંબોધનમાં ઇમીગ્રેશન આરોગ્ય, રશિયા-યુક્રેન સાથેના સંબંધો વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જેલેન્સ્કી વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા માંગે છે. અમે રશિયા સાથે વાત કરી છે અને તેઓ શાંતિ માટે તૈયાર છે.
* આરોગ્ય બાબતે તેમણે જણાવ્યું કે કેન્સરના દૌરમાં ઘટાડો અને ઓટીઝમના કેસોમાં સંશોધનને ટોચની અગ્રતા અપાશે.
* ઇમીગ્રેશન નિતી મામલે તેમણે બાઇડેનની નિષ્ફળતાની ઝાટકણી કાઢતા કહ્યું તમે ડોકટર, એકાઉન્ટન્ટ, વકીલ, ટ્રાફીક ક્ધટ્રોલરો અમારે જાતી અથવા લિંગના આધારે નહીં મેરીટના આધારે નોકરી અને બઢતી અપાવી જોઇએ.