For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો

06:17 PM Dec 23, 2024 IST | Bhumika
હવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા નહેરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પનામા થઈને પસાર થનાર અમેરિકી જહાજોથી અયોગ્ય શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે, જેને જોઈને લાગે છે કે હવે તેનું નિયંત્રણ પાછું અમેરિકાએ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ પરંતુ ટ્રમ્પના આ નિવેદન બાદ હવે પનામાના રાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે.

Advertisement

પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ ટ્રમ્પની વાતો ફગાવતાં કહ્યું કે પનામા થઈને પસાર થનાર જહાજોથી લેવામાં આવતો શુલ્ક એક્સપર્ટ્સ તરફથી નક્કી છે. મુલિનોએ કહ્યું કે નહેરનો દરેક ભાગ પનામાનો છે અને આ આપણો જ રહેશે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમારી નૌસેના અને વેપારીઓની સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવી રહેલી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની બાબતોને તાત્કાલિક બંધ કરવી જોઈએ જો પનામા ચેનલનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નહીં થાય તો અમે માગ કરીશું કે પનામા નહેર અમને સંપૂર્ણ રીતે પાછી આપવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે જો નૈતિક અને કાયદેસર બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માગ કરીશું કે પનામા નહેરને જેટલું શક્ય હોય તેટલું જલ્દી અમેરિકાને પાછું આપવામાં આવે.

Advertisement

પનામાનું મહત્ત્વ શું છે?
સમગ્ર દુનિયાની જિયોપોલિટિક્સમાં પનામા નહેરનું ખૂબ મહત્ત્વ છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. કહેવાય છે કે સમગ્ર દુનિયાનો છ ટકા સમુદ્રી વેપાર આ નહેરથી થાય છે. અમેરિકા માટે આ નહેરનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકાનો 14 ટકા વેપાર પનામા નહેર દ્વારા થાય છે. અમેરિકાની સાથે જ દક્ષિણ અમેરિકી દેશોનું મોટી સંખ્યામાં આયાત-નિકાસ પણ પનામા નહેર દ્વારા જ થાય છે. એશિયાથી જો કેરેબિયન દેશ માલ મોકલે છે તો જહાજ પનામા નહેરથી થઈને જ પસાર થાય છે. પનામા નહેર પર કબ્જો થવાની સ્થિતિમાં સમગ્ર દુનિયામાં સપ્લાય ચેન અવરોધવાનું જોખમ છે. પનામા નહેરનું નિર્માણ વર્ષ 1881માં ફ્રાન્સે શરુ કર્યું હતું, પરંતુ 1904માં અમેરિકાએ આ નહેરના નિર્માણની જવાબદારી સંભાળી અને 1914માં અમેરિકા દ્વારા આ નહેરના નિર્માણને પૂરું કરવામાં આવ્યું. તે બાદ પનામા નહેર પર અમેરિકાનું જ નિયંત્રણ રહ્યું, પરંતુ વર્ષ 1999માં અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પનામાની સરકારને સોંપી દીધું. હવે તેની વ્યવસ્થઆ પનામા કેનાલ ઑથોરિટી દ્વારા કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement