હવે અમેરિકામાં બર્ડ ફ્લૂ ફેલાયો, એક મોત
દુનિયાના સૌથી તાકતવર દેશમાં નવી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ એક ખૂબ જ ખતરનાક વાયરસ હોવાનું કહેવાય છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અમેરિકામાં બર્ડ ફ્લૂનું જોખમ વધી રહ્યું છે. આશંકા છે કે તે મહામારીનું સ્વરૂૂપ લઈ શકે છે. વાસ્તવમાં, બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) હવે માત્ર પક્ષીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે મનુષ્યો અને પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં, યુ.એસ.માં બર્ડ ફ્લૂને કારણે 20 બિલાડીઓ મૃત્યુ પામી હતી. આ ઉપરાંત આ વાયરસથી સંક્રમિત થવાને કારણે ત્યાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.
તેના બ્લડ સેમ્પલની ચકાસણી બાદ જાણવા મળ્યું કે બર્ડ ફ્લૂના વાયરસમાં મ્યુટેશન છે. મતલબ કે તેના જીન્સમાં ફેરફાર થયા છે, જે વાયરસનું નવું સ્વરૂૂપ છે અને આ સૌથી મોટી ચિંતાનો વિષય છે.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અમેરિકા માટે ચિંતાનો વિષય બની ગયો છે. 2025માં તે ગંભીર બનવાની ધારણા છે. તાજેતરમાં આ વાયરસ ઘણા અમેરિકન રાજ્યોમાં ફેલાયો છે. ગયા વર્ષે 2024 માં, અમેરિકામાં 61 કેસ મળી આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ચેપગ્રસ્ત પશુઓના સંપર્કમાં આવવાથી અથવા ખેતીમાં કામ કરતા અથવા કાચું દૂધ પીવાના કારણે થયા હતા. અગાઉના બે વર્ષમાં અમેરિકામાં માત્ર બે જ કેસ નોંધાયા હતા, જેની સરખામણીમાં આ સંખ્યા ઘણી વધારે છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત માનવીઓ માટે મૃત્યુદર 30% છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના રિપોર્ટ અનુસાર, માનવીઓ પર આ મહામારીની અસર ગંભીર બની રહી છે. કેલિફોર્નિયામાં આવા 36 કેસ મળી આવ્યા છે, જે સમગ્ર દેશમાં મળી આવેલા 65માંથી અડધાથી વધુ છે. આ આંકડો વધવાની આશંકા પણ છે. વોશિંગ્ટનના એક અભયારણ્યમાં બર્ડ ફ્લૂને કારણે 20 મોટી બિલાડીઓનાં મોત થયાં હતાં.
દરમિયાન ફ્રાંસે તેના નવા એમપોકસ વાયરસના કેતસની પૃષ્ટિ કરી છે. પશ્ચિમ બ્રિટેની પ્રદેશમાં 16 વોરિયન્ટના કેસ જોવા મળ્યો છે.