હોય નહીં.... પર ગ્રહવાસીઓએ રશિયન સૈનિકોને ઊર્જા છોડી પથ્થર બનાવી દીધા
35 વર્ષ પહેલાં સાઇબિરિયામાં યુફો પર હુમલા બાદ વિફરેલા એલિયન્સે 25માંથી 23 સૈનિકોને અહલ્યાની જેમ શિલા બનાવી દીધા
અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા જાહેર કરાયેલા એક ચોંકાવનારા દસ્તાવેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 35 વર્ષ પહેલાં સોવિયેત રશિયાના સૈનિકો અને એલિયન્સ વચ્ચે થયેલી લડાઈમાં એલિયન્સે 23 રશિયન સૈનિકોને પથ્થરમાં ફેરવી દીધા હતા. આ ઘટના સાઇબેરિયામાં બની હતી, જ્યાં સોવિયેત સૈનિકોએ એક યુએફઓ (ઉડતી તાસીરી)ને નિશાન બનાવી હતી. સીઆઈએની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના એલિયન્સની અદ્યતન ટેકનોલોજી અને હથિયારોની શક્તિનું પ્રમાણ આપે છે, જે અમેરિકી સરકારની કલ્પનાઓથી પણ આગળ હતી. રશિયાએ આ ઘટના અંગે ક્યારેય સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી,
જેના કારણે આ રહસ્ય વધુ ગાઢ બન્યું છે.
સીઆઈએના 250 પાનાંના ગુપ્ત દસ્તાવેજ મુજબ, આ ઘટના તત્કાલીન સોવિયેત યુનિયનમાં લગભગ 35 વર્ષ પહેલાં સાઇબેરિયાના એક સૈન્ય વિસ્તારમાં બની હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે સોવિયેત સૈનિકોએ તેમની સૈન્ય ઇકાઈ ઉપર મંડરાતી એક યુએફઓને જોઈ હતી અને તેને નિશાન બનાવીને તોડી પાડી હતી. આ હુમલા બાદ યુએફઓમાંથી પાંચ એલિયન્સ બહાર આવ્યા હતા. અહેવાલ મુજબ, આ એલિયન્સે પોતાના યાનને નુકસાન થતાં ભયંકર પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલિયન્સે એક અજાણી ઊર્જાનો વિસ્ફોટ કર્યો, જેના કારણે 23 સૈનિકો તત્કાળ પથ્થરની મૂર્તિઓમાં ફેરવાઈ ગયા હતા.
દસ્તાવેજમાં એવું પણ જણાવાયું છે કે યુએફઓમાંથી બહાર આવેલા પાંચ એલિયન્સમાંથી એકે પોતાને એક પ્રાણીમાં સમાવી લીધું હતું અને ત્યારબાદ એક તીવ્ર ઊર્જાનો વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસરથી 23 રશિયન સૈનિકો પથ્થરમાં ફેરવાઈ ગયા હતા. આ ઘટનામાં માત્ર બે સૈનિકો જ બચી શક્યા હતા, જેઓ ઘટનાસ્થળે છાંયડામાં હોવાને કારણે આ ઊર્જાની સીધી અસરથી બચી ગયા હતા. સીઆઈએના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે આ સૈનિકોના પથ્થર બનેલા અવશેષો અને યુએફઓના ભંગારને મોસ્કો નજીકના એક ગુપ્ત સંશોધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.