ટેરિફ વોર નહીં, ટ્રેડ ડીલ: ભારત-અમેરિકા સહમત
જયશંકરની અમેરિકી વિદેશમંત્રી સાથેની વાતચીતમાં સહમતી: પિયુષ ગોયેલના દાવા મુજબ ટેરિફથી ભારતને ફાયદો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ વોર શરૂૂ કર્યું છે. જે બાદ એશિયા, યુરોપ તથા અમેરિકાના શેર બજારમાં હાહાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે ભારતીય શેર બજારમાં પણ લાખો કરોડ રૂૂપિયાનું ધોવાણ થયું. ભારત સરકાર પર અમેરિકા સાથે ટ્રેડ ( વેપાર કરાર ) કરવાનું દબાણ વધી રહ્યું છે. એવામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
જયશંકર અને રૂૂબિયોએ અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને પક્ષે વહેલામાં વહેલી તકે વેપાર કરારને અંતિમ રૂૂપ આપવા પર સંમતિ દર્શાવી છે. નોંધનીય છે કે અમેરિયકથી બ્રેન્ડન લીંચ હાલમાં જ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ભારત સાથે વેપાર અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા હતા. આ સિવાય જયશંકર અને રૂૂબિયોએ અન્ય ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવે તેની શક્યતા ઓછી છે. ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેની તાજેતરની જાહેરાતને પગલે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ વચ્ચે તાજેતરની ટેરિફ જાહેરાતોથી ભારતના ઉદ્યોગોને ફાયદો થશે.
FICCIના 98મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, ગોયલે ટેરિફની જાહેરાત પર વિવિધ ક્ષેત્રો દ્વારા વ્યક્ત કરાયેલી વિવિધ લાગણીઓને સ્વીકારી હતી અને ભારત આને એક તક તરીકે જુએ છે.
દરેક સેક્ટરની અલગ લાગણી હોય છે. હું તેમાંથી દરેક સાથે વાતચીત કરી રહ્યો છું. ભારતના ઉદ્યોગો આમાં તકો જુએ છે. અમને વિશ્વાસ છે કે ભારતનો ફાયદો તેમાં છે.