યુરોપ પર હુમલો કરવાની યોજના નથી, કાગળ પર લખી આપવા તૈયાર: પુતિન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ પણ રશિયા પર યુક્રેન સંઘર્ષમાંથી ખસી જવા માટે ભારે દબાણ લાવી રહ્યું છે. આ દરમિયાન યુરોપ અને રશિયા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન યુરોપ અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. તેવામાં પુતિનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવે છે કે, યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી, હું આ વાત કાગળ પર લખીને આપવા તૈયાર... પુતિને કહ્યું કે, યુરોપિયન નેતાઓ કદાચ પોતાના લોકો માટે ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે, અથવા કદાચ તેઓ હથિયાર બનાવવા વાળી કંપનીઓને ભલામણી કરી રહ્યા હશે. પરંતુ અમારા માટે આ તદ્દન બકવાસ છે.
જો યુરોપિયન દેશો ઇચ્છે તો, તે કાગળ પર લેખિત ગેરંટી આપવા તૈયાર છે કે, તે નાટો કે યુરોપ પર હુમલો નહીં કરે.
ટ્રમ્પના 28 પોઈન્ટ પીસ પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં રશિયા પાસેથી યુરોપ પર હુમલો ન કરવાની લેખિત ગેરંટીની માગ કરવામાં આવી હતી. પુતિને તેને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, યુરોપ પર હુમલો કરવાની કોઈ યોજના નથી. આ સંપૂર્ણ જૂઠાણું છે. અમે યુરોપ પ્રત્યે કોઈ આક્રમક યોજનાની કલ્પના પણ નથી કરતા.
યુક્રેન યુદ્ધ અંગે પુતિને કહ્યું કે, અમે યુક્રેન યુદ્ધમાં ક્રિમીયા અથવા પૂર્વીય પ્રદેશો (ડોનેત્સ્ક અને લુહાન્સ્ક) પર કોઈ છૂટછાટ આપીશું નહીં. અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ નાટોનું વિસ્તરણ બંધ થવું જોઈએ અને યુક્રેનને હથિયારો સપ્લાઈ બંધ થાય. જો યુક્રેનની સેના મોરચા પરથી પીછેહઠ કરશે, તો અમે પણ અમારા હથિયારો સોંપી દઈશું. પરંતુ જો તેઓ પીછેહઠ નહીં કરે, તો અમે સેનાના માધ્યમથી વિજય પ્રાપ્ત કરીશું.