કરોડોનું રોકાણ નહીં, માત્ર 23 લાખમાં મળશે યુએઇના ગોલ્ડન વિઝા
મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાતે તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયોને ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સરકારે નોમિનેશનના આધારે એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત કે વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ છે. અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એક રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો હતો.
તેનું મૂલ્ય ઓછામાં ઓછું 4.66 કરોડ રૂૂપિયા હોવું જોઈએ. અથવા દેશમાં વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવું જોઈએ. લાભાર્થીઓ અને આ પ્રક્રિયામાં સામેલ લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ 23.30 લાખ રૂૂપિયાની ફી ચૂકવીને આજીવન યુએઈ ગોલ્ડન વિઝા મેળવી શકશે. તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં 5,000 થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત વિઝા માટે અરજી કરશે. આ વિઝા ટેસ્ટના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે રૈદ ગ્રુપ નામની ક્ધસલ્ટન્સીની પસંદગી કરવામાં આવી છે.
રૈદ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રૈદ કમાલ અયુબે જણાવ્યું હતું કે ભારતીયો માટે યુએઈ ગોલ્ડન વિઝા મેળવવાની આ એક સુવર્ણ તક છે. રૈદ કમાલે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ અરજદાર આ ગોલ્ડન વિઝા માટે અરજી કરશે, ત્યારે અમે પહેલા તેની પૃષ્ઠભૂમિ તપાસીશું. જેમાં મની લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત રેકોર્ડ તપાસ તેમજ તેના સોશિયલ મીડિયાનો સમાવેશ થશે.