ના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે
11:07 AM Jan 01, 2025 IST | Bhumika
વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઠેર-ઠેર ધમાલિયા મ્યુઝીક અને આકર્ષક રોશની સાથે ડાન્સ પાર્ટીઓ યોજાઇ હતી અને બાયબાય-2024 તથા વેલકમ-2025ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના શ્રીનગરના લાલચોક, ચેન્નઇના મરીના બીચ તથા મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા સહિતના આઇકોનિક સ્થર્ળેએ અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા.
Advertisement
Advertisement