HSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલ
122 ડે સ્કૂલની યાદીમાં અમેરિકાની 58, યુકેની 47 શાળા સામેલ
HSBC ચાઇના અને Hurun એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા HSBC Hurun એજ્યુકેશન ગ્લોબલ હાઇ સ્કૂલ્સ 2025ના અહેવાલ મુજબ ઞજ અને UKની બહારની વિશ્વની ટોચની 10 સ્કૂલમાં ફક્ત એક ભારતીય શાળાને સ્થાન મળ્યું છે. વર્ષ 2003માં નીતા અંબાણી દ્વારા સ્થાપિત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલે US અને UKની બહાર વિશ્વની ટોચની શાળાઓની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ઞજ અને UK સહિત વિશ્વની ટોચની શાળાઓની દ્રષ્ટિએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ 77મા ક્રમાંક પર છે.
આ અહેવાલમાં 122 ડે સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી 58 અમેરિકાની, 47 UKની, 9 ચીનની, 2 સિંગાપોર તથા જાપાનની, એક-એક કેનેડા, દક્ષિણ કોરિયા, ભારત અને UAEની છે.
લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલ સતત ત્રીજા વર્ષે HSBC હુરુન એજ્યુકેશન ગ્લોબલ હાઇસ્કૂલ્સની યાદીમાં ટોચ પર રહી છે, આ સ્કૂલનો શૈક્ષણિક રેકોર્ડ અને સદીઓ જૂની પરંપરા છે. આ અઠવાડિયે જાહેર કરાયેલ વાર્ષિક સૂચકાંક ઓક્સબ્રિજ અને આઇવી લીગ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના સ્થાનના આધારે વિશ્વમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનારી હાઇસ્કૂલોને ક્રમ આપવામાં આવ્યો છે.
હુરુન રિપોર્ટ પ્રમાણે તમામ ટોચની 10 સ્કૂલ ઈંગ્લેન્ડ અથવા તો અમેરિકામાં આવેલી છે અને એકસાથે તેમનો સરેરાશ ઇતિહાસ 278 વર્ષનો છે. વેસ્ટમિન્સ્ટર સ્કૂલ (લંડન) આ યાદીમાં સૌથી આગળ છે. તેણે તેના 200 એન્યુઅલ ગ્રેજ્યુએટ્સ પૈકી 40%થી વધારે ઓક્સબ્રિજ મોકલ્યા છે. છોકરાઓ 13 વર્ષની ઉંમરે જોડાય છે અને છોકરીઓ 16 વર્ષની ઉંમરથી જોડાય છે.
સેન્ટ પોલ સ્કૂલ (લંડન) બીજા સ્થાને આવી છે. અહીં દર વર્ષે 220 પૈકી 40 વિદ્યાર્થીઓ ઓક્સબ્રિજ અથવા આઇવી લીગ સંસ્થાઓમાં જાય છે. ડાલ્ટન સ્કૂલ (ન્યૂ યોર્ક) ત્રીજા સ્થાને આવી છે. અલબત હાર્વર્ડ અને ખઈંઝ જેવી ટોચની ઞજ યુનિવર્સિટીઓમાં 20% વિદ્યાર્થીઓને સ્થાન આપે છે.
સેન્ટ પોલ ગર્લ્સ સ્કૂલ (લંડન) ચોથા ક્રમે રહી છે. તેણે પોતાના 120 સ્નાતકો પૈકી ત્રીજા ભાગને સતત ઓક્સબ્રિજ અથવા આઇવી લીગમાં મોકલ્યા છે. અહેવાલ મુજબ પ્લેસમેન્ટ પરિણામોમાં સુધારો થવાને કારણે કિંગ્સ કોલેજ સ્કૂલ (લંડન) ટોચના પાંચમું સ્થાન મેળવ્યું છે.
600થી વધારે વર્ષના ઇતિહાસ સાથે સંપૂર્ણ બોર્ડિંગ સંસ્થા વિન્ચેસ્ટર કોલેજ (UK) સાત સ્થાનના સુધારા સાથે મોખરાના સ્તર પર ફરી જોડાઈ છે. રેન્કિંગમાં થોડો ઘટાડો થયો હોવા છતાં બ્રેઅરલી, સ્પેન્સ અને કોલેજિયેટ સ્કૂલ્સ (ન્યૂ યોર્ક) એ દરેક સ્કૂલ મજબૂત રેકોર્ડ જાળવી રાખ્યા છે.
10મા સ્થાન સાથે સેન્ટ એન સ્કૂલ (Brooklyn) યાદીના અંતે આવી છે. તેના 30%થી વધારે વિદ્યાર્થીઓ ટોચની ઞજ કોલેજોમાં પ્રગતિ કરી નોંધાવી છે.