ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે પોતાની ન્યૂડ તસ્વીર સંસદમાં દર્શાવી
ન્યુઝીલેન્ડમાં એક મહિલા સાંસદના નિર્ણયની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે તે અઈં એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા પોતાના ફેક ન્યૂડ ફોટો સાથે સંસદમાં પહોંચી હતી. વાસ્તવમાં, તે બતાવવા માંગતી હતી કે કોઈની નકલી તસવીર તૈયાર કરવી કેટલી સરળ છે અને તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે. તે આ અંગે કાયદાની માંગ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ACT પાર્ટીના સાંસદ લૌરા મેક્લુર પોતાનો એક ફોટો લઈને પહોંચ્યા. તેમણે કહ્યું કે, આ મારી નગ્ન તસવીર છે, પણ તે અસલી નથી. મારો ડીપફેક બનાવવામાં મને 5 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો. તેમણે ખુલ્લેઆમ સંસદમાં પોતાનો ફોટો બતાવ્યો અને વિરોધ નોંધાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વિડીયો સંદેશમાં, કહ્યું કે, હું સંસદના અન્ય સભ્યોનું ધ્યાન દોરવા માંગતી હતી કે આ કરવું કેટલું સરળ છે અને તેનાથી કેટલું નુકસાન થઇ રહ્યું છે. ખાસ કરીને આપણા યુવા કિવીઓ પર કેટલું અસર પડે છે. ટેકનોલોજી કોઈ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે તેનો દુરુપયોગ લોકોને હેરાન કરવા માટે થઈ રહ્યો છે. આપણે આ માટે કાયદા બનાવવા પડશે.
તે ડીપફેક ડિજિટલ હાર્મ એન્ડ એક્સપ્લોઇટેશન બિલને સમર્થન આપી રહી છે. એવું કહેવાય છે કે તે રિવેન્જ પોર્ન અને ખાનગી ક્ષેત્રના રેકોર્ડિંગ અંગેના હાલના કાયદામાં સુધારો કરશે અને સંમતિ વિના ડીપફેક બનાવવા અને શેર કરવાને ગુનો બનાવશે. આ ઉપરાંત, આ કાયદા હેઠળ, પીડિતોને સામગ્રી દૂર કરવા અને ન્યાય મેળવવાનો માર્ગ પણ સ્પષ્ટ થશે. અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, કોઈ પણ વ્યક્તિએ ડીપફેકનું નિશાન ન બનવું જોઇએ. તેમણે કહ્યું કે, આપણા કાયદા આ માટે તૈયાર નથી અને આ વસ્તુ બદલવી પડશે.