For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પ

05:41 PM Nov 01, 2025 IST | admin
10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ  બે લોકોનાં મોત  વીજપુરવઠો ઠપ્પ

ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ અલગ બેઝમેન્ટ દુર્ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે.

Advertisement

પ્રથમ ઘટના બ્રુકલિનનાં ફલેટબુશ વિસ્તારમાં બની હતી. જ્યાં 39 વર્ષીય વ્યકિત પોતાના ઘરનાં બેઝમેન્ટમાં ફસાઇ ગયો હતો વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક નિવાસી રિની ફિલિપ્સે જણાવ્યું હતું કે મૃતકે પોતાના એક કૂતરાને બેઝમેન્ટમાંથી બહાર કાઢ્યો હતો. પણ બીજા કૂતરાને બચાવવા જતાં તે ફસાઇ ગયો હતો.

બીજી ઘટના મેનહટ્ટનનાં વોશિંગ્ટન હાઇટ્સ વિસ્તારમાં બની હતી જ્યાં 43 વર્ષીય શખ્સ બેઝમેન્ટનાં બોયલર રૂૂમમાં મૃત મળી આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં 100 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. મેટ્રો ટ્રેક, સડકો અને ઇમારતોનાં બેઝમેન્ટ પાણીમાં ડૂબી ગયા હતાં. વૃક્ષો ધરાશષ્યી થવાની 140થી વધુ ફરિયાદો મળી હતી. હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement