રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પેલેસ્ટાઇનીયો સાથે એકતા દર્શાવવા પાક.માં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

05:10 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સરકારે પેલેસ્ટાઈનીઓ સાથે એકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના કાર્યકારી પીએમ અનવારુલ હક કાકરે ગાઝાના સમર્થનમાં દેશમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. એક સંબોધનમાં તેમણે દેશવાસીઓને પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા અને નવા વર્ષ પર વિનમ્રતા બતાવવાની અપીલ કરી.
અનવારુલ હક કાકરે કહ્યું કે, પેલેસ્ટાઈનની ગંભીર ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને આપણા પેલેસ્ટિનિયન ભાઈઓ અને બહેનો સાથે એકતા દર્શાવવા માટે સરકાર નવા વર્ષ પર કોઈપણ પ્રકારના આયોજનો પર કડક નિયંત્રણો લાદશે. 7 ઓક્ટોબરથી ઇઝરાયેલી બોમ્બમારો શરૂ થયો ત્યારથી ઇઝરાયેલી દળોએ લગભગ 9,000 બાળકોના મોત સાથે હિંસા અને અન્યાયની તમામ હદો વટાવી દીધી છે.
પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા મુસ્લિમ દેશો ગાઝા અને વેસ્ટબેંક (પશ્વિમ કાંઠા)માં નિર્દોષ બાળકોના નરસંહાર અને નિ:શસ્ત્ર પેલેસ્ટિનિયનોની હત્યાને લઈને અત્યંત નારાજ છે.

Advertisement

Tags :
New Year celebrations banned in Pakistan to showPalestinianssolidaritywith
Advertisement
Next Article
Advertisement