રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાક., બાંગલાદેશમાં હુમલાઓનો ભોગ બનેલા હિંદુઓને નેધરલેન્ડનું સમર્થન

11:13 AM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

નેધરલેન્ડની સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવનાર ગીર્ટ વાઈલ્ડર્સે વિશ્વભરમાંથી તેમને મળી રહેલા અભિનંદન સંદેશાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને બધાનો આભાર માન્યો. આ દરમિયાન તેમણે ભારત અને ખાસ કરીને હિન્દુઓનો આભાર માન્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં ઈંક્ષમશફ નો પણ ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીર્ટ વાઈલ્ડર્સ જમણેરી નેતા છે. તાજેતરમાં તેણે કુરાન પર પ્રતિબંધ અને મુસ્લિમો બીજા વર્ગના નાગરિક છે જેવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. એટલું જ નહીં, ભારતમાં પયગંબર મુહમ્મદ વિશેની ચર્ચામાં નૂપુર શર્માનું સમર્થન કરીને ગીર્ટ હેડલાઇન્સમાં આવ્યા હતા.
નેધરલેન્ડના જમણેરી રાજકારણીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે મને ભારત તરફથી ઘણા પ્રકારના સંદેશા મળ્યા છે - હું હંમેશા એવા હિંદુઓને સમર્થન આપીશ કે જેમના પર બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં માત્ર હિંદુ હોવાના કારણે હુમલો થાય છે અથવા મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અથવા તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે.

Advertisement

Tags :
BangladeshinNetherlands supports Hindu victims of attackspakistan
Advertisement
Next Article
Advertisement