ફિલ્મ ‘ગુડ સેક્સ’ના સ્ટ્રીમિંગ અધિકારો માટે નેટફ્લિક્સે ચૂકવ્યા 481 કરોડ
આ ડીલ માટે વોર્નર બ્રધર્સ, એપલ, એમઝોન સાથે સ્પર્ધા હતી
OTT પ્લેટફોર્મ Netflix પર હાલમાં ઘણી બધી શાનદાર ફિલ્મો અને સિરીઝો રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં શબાના આઝમીની સિરીઝ ડબ્બા કાર્ટેલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દરમિયાન હવે નેટફ્લિક્સે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદવા માટે 10 કે 20 કરોડ રૂૂપિયા નહીં પરંતુ 481 કરોડ રૂૂપિયા ચૂકવ્યા છે.
નેટફ્લિક્સે હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નતાલી પોર્ટમેનની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ગુડ સેક્સ ના સ્ટ્રીમિંગ અધિકારો 481 કરોડ રૂૂપિયા (55 મિલિયન ડોલર) માં ખરીદ્યા છે. આ ડીલ માટે વોર્નર બ્રધર્સ, એપલ, એમેઝોન જેવા મોટા પ્લેટફોર્મ વચ્ચે સખત સ્પર્ધા હતી પરંતુ આખરે નેટફ્લિક્સે આ ડીલ જીતી લીધી. આ સોદો આ વર્ષના સૌથી મોટા સોદાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
આ ફિલ્મ નતાલી પોર્ટમેનના કરિયરનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. ગુડસેક્સ ગોલ્ડન ગ્લોબ વિજેતા લેના ડનહામ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. ગુડ સેક્સ માં નતાલી પોર્ટમેન મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ 40 વર્ષીય મહિલા, એલીની વાર્તા પર આધારિત છે, જે એક સફળ કપલ્સ થેરાપિસ્ટ છે. લાંબા સમય સુધી નિષ્ફળ સંબંધોનો સામનો કર્યા પછી તે ફરીથી છોકરાઓ સાથે ડેટિંગ કરવાનું શરૂૂ કરે છે. નતાલી પોર્ટમેન ઉપરાંત ફિલ્મમાં બે વધુ મુખ્ય કલાકારોની શોધ હજુ ચાલુ છે. આ ફિલ્મ માત્ર રોમેન્ટિક કોમેડી જ નહીં પણ દર્શકોને સંબંધો અને સ્વ-શોધના વિષય પર ઊંડાણપૂર્વક વિચારવાની તક પણ આપશે.