મોદીનો ફોન આવતાં જ નેતન્યાહૂએ સુરક્ષા મંત્રી મંડળની બેઠક અટકાવી
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે સુરક્ષા મંત્રીમંડળની બેઠક અટકાવી. હકીકતમાં, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધવિરામ કરાર અને બંધકોની મુક્તિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે પીએમ મોદી સાથે આ બાબતે ચર્ચા કરવા માટે બેઠક અટકાવી દીધી હતી.
ઇઝરાયલી વડા પ્રધાન સાથે વાત કર્યા પછી, પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેના વિશે પોસ્ટ કર્યું. તેમણે ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહૂને અભિનંદન આપ્યા. આ દરમિયાન, તેમણે ભાર મૂક્યો કે કોઈપણ સ્વરૂૂપમાં આતંકવાદ અસ્વીકાર્ય છે.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન, નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 20-મુદ્દાની ગાઝા શાંતિ યોજનાના ભાગ રૂૂપે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના કરારની ચર્ચા કરતી સુરક્ષા કેબિનેટની બેઠકમાં વિક્ષેપ પાડ્યો.
ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલયના એક નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ વડા પ્રધાન નેતન્યાહૂને તમામ બંધકોની મુક્તિ માટે થયેલા કરાર પર અભિનંદન આપ્યા. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે એકસ પર પોસ્ટ કર્યું, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમણાં જ ભારતના વડા પ્રધાન સાથે વાત કરી.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન નેતન્યાહૂને તમામ બંધકોની મુક્તિ માટે થયેલા કરાર પર અભિનંદન આપ્યા.