નવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી
ગુજરાતના વધુ એક યુવકની વિદેશમાં હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં નવસારીના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ છે,મિહિર દેસાઈ નામના યુવકની તેના જ રૂૂમમેટે હત્યા કરી છે,ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે,તો ઓસ્ટ્રેલિયાની પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,આ હત્યા કરનાર કોઈ વિદેશી વ્યકિત નહી પરંતુ ગુજરાતી માણસે જ તેમની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે,તો પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે,મૃતક યુવક નવસારીના બીલીમોરા શહેરનો વતી છે અને તેની હત્યા કરવામાં આવી છે.યુવકની હત્યા શા માટે કરવામાં આવી છે તેને લઈ કારણ અકબંધ છે.મૃતક મિહિર દેસાઈ બીલીમોરાની યમુના નગર સોસાયટીનો રહેવાસી છે.
તો હાલમાં મિહિર દેસાઈના મૃતદેહનું પીએમ કરી દેવાયું છે અને તેને ઓસ્ટ્રેલિયા ખાતે જ રાખવામાં આવ્યો છે,મિહિરના માતા બીલીમોરામાં એકલા રહે છે અને મિહિરની બહેન આવતીકાલે જર્મનીથી આવશે ત્યારબાદ મૃતદેહને ભારત લાવવો કે નહી તેનો નિર્ણય પરિવારજનો લેશે,હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા છે.
---------