કંધાર હાઇજેક પ્લેનમાં મારા પિતા પણ હતા: જયશંકરનો ખુલાસો
જિનીવામાં ભારતીય લોકો સાથે વાતચીત દરમિયાન વિદેશમંત્રીનો ઘટસ્ફોટ
આ દિવસોમાં, કંધાર પ્લેન હાઇજેક પર આધારિત વેબ સિરીઝ ઈંઈ 814-ઝવય ઊંફક્ષમફવફિ ઇંશષફભસ સમાચારોમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકરે વેબ સિરીઝ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પ્લેન હાઇજેક થયું ત્યારે તેમના પિતા પણ તે જ પ્લેનમાં હતા, જ્યારે એક યુવા અધિકારી તરીકે તે (જયશંકર) હાઇજેકર્સ સાથે કામ કરતી ટીમનો ભાગ હતા.
સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે જિનીવામાં ભારતીય લોકો સાથે વાત કરતાં કહ્યું કે, તેમણે આ વેબ સિરીઝ જોઈ નથી, પરંતુ પ્લેન હાઈજેકની ઘટનાને નજીકથી જોઈ છે. 1984માં જ્યારે પ્લેન હાઇજેક થયું ત્યારે તે એક યુવાન સરકારી અધિકારી હતા. પાછળથી તેમને ખબર પડી કે તેમના પિતા કૃષ્ણસ્વામી સુબ્રમણ્યમ પણ એ જ વિમાનમાં હતા.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ પણ એ ટીમનો ભાગ હતા જેણે હાઇજેકર્સ સાથે વાટાઘાટો કરી હતી. આ મામલામાં સૌથી સારી વાત એ હતી કે કોઈ વ્યક્તિનો જીવ ન ગયો અને મામલો થાળે પડ્યો. આ ઘટનાના લગભગ 3-4 કલાક પછી, તેણે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે પ્લેન હાઇજેક કરવામાં આવ્યું છે અને તે હવે ઘરે આવી શકશે નહીં. પછી એ પણ જાણવા મળ્યું કે તેના પિતા પણ આ જ પ્લેનમાં હતા. રસપ્રદ એ છે કે એક તરફ તે તે ટીમનો ભાગ હતા જે પ્લેનને મુક્ત કરવા પર કામ કરી રહી હતી. બીજી તરફ, તેઓ એવા પરિવારના સભ્ય હતા જે સરકાર પર દબાણ લાવી રહ્યા હતા.