For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ

06:50 PM Oct 30, 2025 IST | admin
ભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ

સ્ટારલિંકના ગેમ ચેન્જર પ્લાનનો મુંબઇમાં ડેમો કાર્યક્રમ યોજાયો, ડિજિટલ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ

Advertisement

એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક, ભારતમાં તેના લોન્ચિંગ પહેલાં આ અઠવાડિયે તેની સુરક્ષા ક્ષમતાઓનું પ્રદર્શન કરવા જઈ રહી છે. 30 અને 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં યોજાયેલ આ પ્રદર્શનને કંપની માટે એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે, જ્યાં ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) સ્ટારલિંકના નેટવર્કની કાયદેસર ઇન્ટરસેપ્શન અને સુરક્ષા સિસ્ટમ્સની ક્ષમતાઓનું નિરીક્ષણ કરશે.

સ્ટારલિંક દ્વારા મુંબઈમાં પહેલેથી જ ત્રણ ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે ભારતમાં સ્ટારલિંકના મુખ્ય હબ તરીકે કાર્ય કરશે. ભારતીય સુરક્ષા નિયમોનું પાલન ચકાસવા માટે આ પ્રદર્શન મહત્ત્વપૂર્ણ છે. કંપનીને ચેન્નાઈ અને નોઇડામાં પણ ગેટવે સ્ટેશન સ્થાપિત કરવાની પરવાનગી મળી ગઈ છે, જે ભવિષ્યમાં 9-10 ગેટવે સુધી વિસ્તૃત થઈ શકે છે.

Advertisement

ભારત સરકારે મે 2024 માં લાગુ કરેલા કડક સુરક્ષા ધોરણો હેઠળ, સ્ટારલિંકે દર્શાવવું પડશે કે તેના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વપરાશકર્તા ડેટા રૂૂટિંગ સિસ્ટમ્સ ભારતમાં જ સ્થિત છે, જે ડેટા સાર્વભૌમત્વ જાળવવામાં મદદ કરશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ વપરાશકર્તા ટ્રાફિક ભારતીય ગેટવેમાંથી જ પસાર થવો જોઈએ.નવા નિયમો સ્ટારલિંક જેવી કંપનીઓ માટે સ્થાનિક ઉત્પાદન પર પણ ભાર મૂકે છે. કંપનીઓએ સેવા શરૂૂ થયાના પાંચ વર્ષની અંદર તેમના ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓછામાં ઓછો 20% ભારતમાં બનાવવો જરૂૂરી રહેશે.

જે અંતર્ગત 30 અને 31 ઓક્ટોબરે મુંબઈમાં સુરક્ષા ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. કંપની ભારતીય સુરક્ષા એજન્સીઓને કાયદેસર ઇન્ટરસેપ્શનનું નિરીક્ષણ કરાવશે. સ્ટારલિંકે ભારતીય ગેટવેનો ઉપયોગ કરવા અને પાંચ વર્ષમાં 20% સ્થાનિક ઉત્પાદન કરવાના કડક નિયમોનું પાલન કરવું પડશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવાનો છે.

જોકે, સ્ટારલિંક સેવા હાલમાં ખર્ચાળ માનવામાં આવે છે. વપરાશકર્તાઓએ ઇન્સ્ટોલેશન માટે ₹30,000 કે તેથી વધુનો પ્રારંભિક સેટઅપ ખર્ચ (ડીશ એન્ટેના અને રાઉટર સહિત) ચૂકવવો પડી શકે છે, અને માસિક સબ્સ્ક્રિપ્શન ચાર્જ લગભગ ₹3,300 કે તેથી વધુ રહેશે. આ કિંમત ભારતના હાલના બ્રોડબેન્ડ પ્લાન કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
સ્ટારલિંકના એન્ટ્રી-લેવલ પ્લાન 25 ખબાત સુધીની અને હાઇ-એન્ડ પ્લાન 225 ખબાત સુધીની સ્પીડ આપી શકે છે. ભલે આ સ્પીડ શહેરોમાં ઉપલબ્ધ ફાઇબર સેવાઓ જેટલી ન હોય, પરંતુ સ્ટારલિંકનું મુખ્ય લક્ષ્ય શહેરી વિસ્તારોને બદલે ગ્રામીણ, પર્વતીય અને દૂરના વિસ્તારો સુધી પહોંચવાનું છે, જ્યાં ફાઇબર નેટવર્ક પહોંચવું મુશ્કેલ છે.તેની ઓછી-લેટન્સી ટેકનોલોજી સાથે, 25 ખબાત સ્પીડ પણ આ વિસ્તારોના લાખો ભારતીયો માટે ક્રાંતિકારી સાબિત થશે, જે ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીના નવા અધ્યાયની શરૂૂઆત કરવા માટે તૈયાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement