For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્ક

11:17 AM Jun 04, 2025 IST | Bhumika
ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્ક

Advertisement

અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે આ બિલને વાહિયાત જણાવતા કહ્યું કે, આ ખાધને વધારશે.

આ સાથે જ મસ્કે લખ્યું કે, માફ કરજો, પરંતુ હું હવે સહન નથી કરી શકતો... આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું, તેને ખુદ પર પણ શરમ આવવી જોઈએ. કારણ કે, તેઓ જાણે છે કે, તેમણે ખોટું કર્યું છે.

Advertisement

મસ્કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને 2.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો ભાર વધુ વધશે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઈલોન મસ્કે ગવર્નમેન્ટ એફિશિઅન્સી વિભાગના ચીફ પદથી રાજીનામું આપી દીધું હતું, જેની જવાબદારી દેશના ખર્ચને ઘટાડવાની હતી. તેમણે આ બિલથી પણ પોતાના સ્પષ્ટરૂૂપે અલગ કરી દીધા છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કેરોલીન લેવિટે ઈલોન મસ્ની ટીકાને વધુ મહત્ત્વ ન આપતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પહેલાંથી જ જાણતા હતા કે, મસ્ક આ બિલને લઈને શું વિચારે છે, પરંતુ ઈલોન મસ્કના આ પગલાંથી ટ્રમ્પનો વિચાર નહીં બદલાય. ટ્રમ્પ આ બિગ બ્યૂટીફુલ બિલ સાથે ઊભા છે. જણાવી દઈએ કે, આ બિલને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિની કરોડરજ્જૂ જણાવી છે. જોકે, મસ્કે તેને અનિયંત્રિત ખર્ચનું પ્રતિક જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement