ટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યું
સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની પ્રમુખની ધમકી સામે એક સમયના મિત્રએ તેમને દૂર કરવા ચર્ચા શરૂ કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા હવે ખુલ્લી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે ટ્રમ્પે મસ્કની કંપનીઓને સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની ધમકી આપી, ત્યારે મસ્કે બદલો લેવા માટે મહાભિયોગ એટલે કે ટ્રમ્પને પદ પરથી દૂર કરવા અંગે ચર્ચા શરૂૂ કરી. હકીકતમાં, ટ્રમ્પની ધમકી પછી, મસ્કની ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓને મોટો ફટકો પડી શકે છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આપણા બજેટમાંથી અબજો ડોલર બચાવવાનો સૌથી સરળ રસ્તો એલોનની સરકારી સબસિડી અને કરારો સમાપ્ત કરવાનો છે. મને હંમેશા આશ્ચર્ય થતું કે પૂર્વ રાષ્ટ્રપતિએ આ વહેલું કેમ ન કર્યું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સરકારી કરાર રદ કરવાની ધમકી બાદ, મસ્કે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જાફભયડ હવે તેના પઉફિલજ્ઞક્ષથ અવકાશયાનને નિષ્ક્રિય કરવાનું શરૂૂ કરશે.
ઉફિલજ્ઞક્ષ એ જાફભયડ નું પ્રાથમિક ક્રૂ અને કાર્ગો વાહન છે, જેનો ઉપયોગ ગઅજઅ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈંજજ) પર મિશન ઉડાડવા માટે થાય છે. આ અમેરિકાની એકમાત્ર ખાનગી સિસ્ટમ છે જે માનવીઓને ઈંજજ સુધી લઈ જાય છે.
બીજી એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે ખીતસ ચિડાઈ રહ્યો હતો તેથી મેં તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. મેં તેનો ઊટ આદેશ પાછો ખેંચી લીધો, જેના કારણે દરેકને એવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડી જે બીજા કોઈ ખરીદવા માંગતા ન હતા. જોકે એલનને ઘણા સમય પહેલા ખબર હતી કે હું આ કરવાનો છું, અને તેઓ પાગલ થઈ ગયા છે.