બિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા બ્યુટીફુલ બિલ સામે મોરચો ખોલ્યો છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમની એક પોસ્ટથી અમેરિકન રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર રાજકીય પક્ષ બનાવવા અંગે એક સર્વે પોસ્ટ કર્યો. તેમણે એકસ પર લખ્યું, શું આપણે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?લોકો મસ્કની પોસ્ટ પર ઘણી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, એલોન મસ્ક દ્વારા તૃતીય પક્ષ બનાવવું એ ટેસ્લા અને સ્પેસએક્સ જેવું જ છે. સફળતાની શક્યતા ઓછી છે, પરંતુ જો તે સફળ થાય છે, તો રમત સંપૂર્ણપણે બદલાઈ જશે.
આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, અબજોપતિ મસ્કે કહ્યું કે આ ફક્ત એક વિચાર નથી, અમે તેના સંબંધિત સંભવિત વ્યૂહરચના પર પણ કામ કરી શકીએ છીએ. એલોન મસ્કનો તૃતીય પક્ષ બનાવવાનો વિચાર પોતાનામાં ખૂબ જ ખાસ છે. અમેરિકામાં તૃતીય પક્ષો હંમેશા મર્યાદિત રહ્યા છે. એલોન મસ્કનું નામ અને બ્રાન્ડ વેલ્યુ તેમને ભીડથી અલગ પાડે છે.
ટેક સમુદાય અને સ્વતંત્ર મતદાતા વર્ગમાં મસ્કનો ઊંડો પ્રવેશ છે. વન બિગ બ્યુટીફુલ બિલ નામના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા કાયદાને એલોન મસ્કના ત્રીજા રાજકીય પક્ષ બનાવવાના વિચાર માટે દોષી ઠેરવવામાં આવી રહ્યો છે.આ કાયદામાંથી નાણાકીય ખર્ચ સંબંધિત યોજનાઓ આગામી 10 વર્ષમાં ખાધમાં 3.3 ટ્રિલિયનનો વધારો કરી શકે છે. આ અંગે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મતભેદો શરૂૂ થયા છે અને એલોન મસ્કે DOGE ચીફ પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.