રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમેરિકાના નોર્થ કેરોલિનામાં વડોદરાના પટેલ યુવાનની હત્યા

01:04 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમેરિકાના ગેસ સ્ટેશન પર થયેલા આડેધડ ગાળી બારમાં વડોદરાના યુવકનું મોત થયું છે. નોર્થ કેરોલિના પોલીસે આ મામલામાં ગોળીબાર કરનાર આરોપી સગીરની ધરપકડ કરી છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ગુજરાતી સ્ટોર ધારકો પર હુમલાના બનાવો સતત થઈ રહ્યો છે. ત્યારે મૂળ વડોદરાના 36 વર્ષીય મોનાંક પટેલનું મોત થયું છે. મોનાંક વધુ અભ્યાસ માટે યુએસમાં બીબીએ કરવા માટે ગયો હતો.

જોકે મોનાક પટેલ નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતો હતો અને એરપોર્ટ પાસેના મિલર ચેપર રોડ ગેસ સ્ટેશન ખાતે સ્ટોર શરૂ કર્યો હતો. જો કે ત્યાં લૂંટના ઇરાદે આવેલ બુકાનીધારીઓએ સ્ટોર પર આવી આડેધડ ફાયરિંગ કર્યું હતું જેમાં મોનાંક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત મોનાંકને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હોવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે આ ઘટના બનતા નોર્થ કેરોલિના પોલીસે તપાસ કરીને બુકાનીધારી બનીને લૂંટ કરવા આવેલ અને ફાયરિંગ કરનાર આરોપી અશ્વેત સગીરની ધરપકડ કરી છે.

Tags :
gujaratgujarat newsindiaindia newsmurderUSAvadodara newsworld
Advertisement
Next Article
Advertisement