મુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી શુક્રવારે 12 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળશે એવી જાણકારી મળી છે. આ વિશેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ અમેરિકા-ભારત વેપારકરાર માટે માર્ગ મોકળો કરી શકે એવી વાટાઘાટોને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે એવી અપેક્ષા છે.
કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ભારત નવેમ્બર સુધીમાં આ ટ્રેડ-ડીલને અંતિમ સ્વરૂૂપ આપવાનું લક્ષ્ય રાખે છે.જાન્યુઆરીમાં એક ખાનગી પાર્ટીમાં મુકેશ અંબાણી પ્રેસિડન્ટ ટ્રમ્પને મળ્યા હતા, પરંતુ ત્યાર બાદ આ ભારતીય અબજોપતિ રાજદ્વારી મડાગાંઠમાં ફસાઈ ગયા છે, કારણ કે અમેરિકાએ ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સેન્ટર ફોર રિસર્ચ ઑન એનર્જી ઍન્ડ ક્લીન ઍરના ડેટા અનુસાર 2021માં RILની જામનગર રિફાઇનરીની કુલ ક્રૂડ-આયાતમાં રશિયન ક્રૂડનો હિસ્સો માત્ર 3 ટકા હતો.
યુક્રેનમાં યુદ્ધ પછી 2025માં આ હિસ્સો સરેરાશ 50 ટકા સુધી વધી ગયો છે.